પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
ભાદરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કુલ 23 વિભાગોમાં 2,225 સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ કાર્યરત હતાં, પરંતુ 1969માં યોગીજી મહારાજે જ્યારે અહીં જ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે આવું કોઈ સ્વયંસેવકદળ હતું નહીં. દળ ગણો તોય સ્વામીશ્રીની શ્રીજીમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને બળ ગણો તો પણ સ્વામીશ્રીની શ્રીજી-મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ હતાં. એ વખતના સ્વામીશ્રીના પરિશ્રમનો અમૂલ્ય દસ્તાવેજ તેઓએ જ લખેલી ડાયરીઓનાં પાને પાને મળતો રહે છે. ઇતિહાસનું આ સુવર્ણ દસ્તાવેજી પૃષ્ઠ છે.
અહીં થોડાંક એ અસલ પાનાંઓ સ્મૃતિ માટે પ્રસ્તુત છે. સ્વામીશ્રીએ સ્વ-હસ્તાક્ષરમાં કરેલી નોંધને યથાવત્ પ્રસ્તુત કરીને તેની નીચે તે જ વિગતો ટાઈપ કરીને પણ મૂકવામાં આવી છે.
સ્વામીશ્રીના અંતેવાસી સેવક દેવચરણ સ્વામી એ વખતની સ્મૃતિ વાગોળતાં કહે છે કે -
‘યોગીજી મહારાજ સારંગપુર હતા. પ્રતિષ્ઠાના બે મહિના પહેલાં તેઓને સ્વપ્નું આવ્યું કે ‘ભાદરામાં પાણી તો નથી તો શું થશે ?’ અને એમણે પ્રમુખસ્વામી મહારાજને આ વાત કરીને પ્રયત્ન કરવા કહ્યું. સાથે સાથે પાઇપલાઇન નાખવા માટેની જરૂરી પાઇપો માટે દાવોલના બેચરભાઈ ડાહ્યાભાઈ પટેલને સારંગપુર બોલાવ્યા. યોગીજી મહારાજે આજ્ઞા કરી કે ‘તમે પાઇપની સેવા કરો.’ અને એના માટે ઈશ્વરચરણ સ્વામી અને મને પાઇપ લેવા માટે દાવોલ મોકલ્યા. સૌથી પહેલાં પ્રમુખસ્વામી સાથે ઈશ્વરચરણ સ્વામી અને હું ભાદરા અને ત્યારપછી દાવોલ ગયા.’
વળી, તેઓ કહે :
“કૂવો 45 હાથ ઊંડો ગાળવાનો હતો. 45 હાથ ગાળ્યા પછી પોણો ફૂટનું જ પાણી આવ્યું. યોગીજી મહારાજે પધારીને કહ્યું : ‘સમૈયો થઈ જશે.’ અને એવું જ બન્યું. દેવજી રત્નાએ એ કૂવો ગાળ્યો હતો. તેઓ મૂળ ભાદરાના હતા અને મુંબઈ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા.
કૂવા અને પાઇપલાઇન માટે ભાદરાના 40 પટેલિયાઓ સેવા માટે આવતા. પ્રમુખસ્વામી મહારાજ રોજ એમના માટે સુખડી અને ગાંઠિયા બનાવડાવે. મારે સુખડી બનાવવાની અને ઘનશ્યામપ્રસાદ સ્વામી ગાંઠિયા બનાવે. સ્વામીશ્રીનો એવો આગ્રહ કે રાત્રે તાજી જ બનાવવાની. એટલે રાતના જ સુખડી બનાવીએ. સેવા કરતા સૌને પ્રેમથી સ્વામીશ્રી પોતે જ જમાડે. 3:00 વાગ્યા સુધી બધા પટેલિયાઓ સેવા કરે. પ્રમુખસ્વામી મહારાજ પણ સાથે જાગતા હોય અને મોડી રાત્રે ગમે ત્યારે આવીને સૂઈ જાય. ક્યારેક ઘુમ્મટ નીચે સૂતા. તમે બાજુમાં સૂતા હો, તો પણ કોઈને જગાડે નહીં અને ગમે એટલું મોડું થયું હોય તોય સવારે 6:00 વાગે ઊઠી જ જાય. બપોરે પણ ફક્ત એક કલાક જ સૂવે. મજૂરોની સારસંભાળ અને દેખરેખ જાતે જ રાખે.”
Vachanamrut Gems
Gadhadã III-28:
Eradicating One's Faults
“…Therefore, a person suffers a setback due to the faults that still remain in him, even though he has the conviction of God. But if one eradicates one's faults at the outset - when one establishes one's conviction - then one will not suffer a setback.…”
[Gadhadã III-28]