પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-4-2010, ગાંધીનગર
અમેરિકાથી એક હરિભક્તનો ફોન આવ્યો. સ્થાનિક મંદિરમાં સેવા કરવાની તેઓની ઇચ્છા હતી, પરંતુ તેઓ ખૂબ ઓછું કમાતા હતા.
સ્વામીશ્રી કહે : ‘તમે વીસમો ભાગ કાઢજો. તમારી પરિસ્થિતિ સારી ન કહેવાય, એટલે એ પ્રમાણે સેવા કરજો.’
તેઓ કહે : ‘દસ ટકા તો સેવા કરું છું.’
સ્વામીશ્રી કહે : ‘તમે વીસમો ભાગ કાઢજો, એટલે તમારા વ્યવહારમાં પણ વાંધો ન આવે.’
સ્વામીશ્રી પ્રત્યેક હરિભક્તની સ્થિતિ પ્રમાણે તેઓને સેવા સોંપતા હોય છે.
Vachanamrut Gems
Gadhadã II-19:
Upasna Only to God
“Moreover, one should offer upãsanã only to God and not to any demigod; if one does, then that is a grave sin…”
[Gadhadã II-19]