પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-4-2010, ગાંધીનગર
લાર્સન એન્ડ ટુબ્રો(એલ. એન્ડ ટી.)ના સર્વેસર્વા એમ.ડી. તથા સી.ઈ.ઓ. અનિલભાઈ નાયક સ્વામીશ્રીના આશીર્વાદ મેળવવા આવ્યા હતા. છેલ્લા એક મહિનામાં તેઓને ત્રણ એવોર્ડ મળ્યા હતા. કેન્દ્ર સરકાર તરફથી ‘પદ્મભૂષણ’નો એવોર્ડ પણ તેઓને મળ્યો હતો. સ્વામીશ્રીની દિવ્યતા અને સાધુતાથી આકર્ષાઈને સત્સંગ પ્રત્યે કેવળ અનુરાગી જ નથી રહ્યા, પરંતુ સત્સંગી જ બની ચૂક્યા છે. સ્વામીશ્રીએ બાંધેલી નાડાછડી તેઓ કાયમ હાથમાં બાંધી જ રાખે છે. અત્યારે પણ નાડાછડી બતાવીને તેઓ સ્વામીશ્રીને કહે : ‘આ જુઓ, હું કાયમ એને સાથે જ રાખું છું. વર્ષમાં એક જ વખત કાઢું છું અને તરત બીજી બંધાવી દઉં છું.’
સ્વામીશ્રીએ આજે પણ તેઓને નવી નાડાછડી બાંધી આપી.
વળી, તેઓ કહે : ‘મારી આૅફિસમાં કોઈપણ આવે તો મારી દીવાલ ઉપર ફક્ત એક જ ફોટો હોય છે ને એ પ્રમુખસ્વામી મહારાજનો.’
Vachanamrut Gems
Gadhadã II-21:
The Only Means to Liberation
“… For the purpose of liberation, however, realising God to be the all-doer is the only means.”
[Gadhadã II-21]