પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 17-3-2010, સારંગપુર
આજે સ્વામીશ્રી જ્યારે પૂજામાં પધાર્યા ત્યારે નારાયણમુનિ સ્વામી કથા કરી રહ્યા હતા. કથા પૂરી કરીને સ્વામીશ્રી પાસે તેઓ આવ્યા ત્યારે સ્વામીશ્રી કહે : ‘વાહ ! હવે બરાબર.’ એમ કહીને રાજીપો વ્યક્ત કર્યો. એના મૂળમાં હતી ગઈકાલની ગોઠવણ.
	ગઈકાલે દારેસલામવાળા સુભાષભાઈના કલાત્મક હરિમંદિરને સ્વામીશ્રીની પાછળ મૂકવામાં આવ્યું હતું. જોકે સિંહાસન નીચું હોવાથી શ્રીજીમહારાજની મૂર્તિને સ્વામીશ્રીની પીઠ આવે એવું દેખાતું હતું. સ્વામીશ્રીએ ગઈકાલે પૂજા પછી તેઓને ટકોર કરી હતી કે ઠાકોરજીની મર્યાદા સચવાય એનું ધ્યાન રાખવું. સાંજે પણ નારાયણમુનિ સ્વામી વગેરે સંતોને મળતાં મળતાં આ જ વાતનો ઉલ્લેખ કરતાં સ્વામીશ્રીએ તેઓને કહ્યું હતું કે ‘ગોઠવનારા તો બધા નવા હોય એ તો ઠીક છે, પણ આપણે સમજવું જોઈએ.’ આટલું કહીને વળી કહે : ‘પૂજા કરવા બેઠો ત્યારે તો મને થતું હતું કે શું થશે ? શું થશે ? એટલે ધ્યાન રાખવું.’ એટલું કહીને આદેશ આપ્યો હતો કે ‘ઠાકોરજીને માફીના પાંચ દંડવત્ કરી લેજો.’
	આજે સ્વામીશ્રીની રુચિ અને સંસ્થાની પ્રણાલી પ્રમાણે શ્રીજીમહારાજની મૂર્તિ ઉચ્ચ સ્થાને રાખવામાં આવી હતી. એ જોઈને સ્વામીશ્રી ઉપરોક્ત શબ્દો બોલ્યા હતા અને સંતોષ વ્યક્ત કર્યો હતો.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-14:
                                             
                                            One who is Nirgun
                                        
                                        
                                            
	“… Regardless of whether he follows the path of nivrutti or the path of pravrutti, the sãdhu who has such an unshakeable conviction is still nirgun…”
	[Gadhadã II-14]