પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-3-2010, સારંગપુર
દર્શન કરતાં કરતાં સ્વામીશ્રી મંદિર ઉપરની રૂપચોકીમાં પધાર્યા. પરદેશથી આવેલા અને પરદેશથી આવીને અહીં તાલીમકેન્દ્રમાં રહેલા સંતોની ભીડ અહીં જામી હતી. આ સૌ બોલ્યા : ‘સાધુ થવું, સાધુતા શીખવી અને સ્વભાવ મૂકવા.’
સ્વામીશ્રી કહે : ‘શું મૂકવા?’
એક સંત કહે : ‘સ્વભાવ.’
‘છે?’ સ્વામીશ્રીએ પૂછ્યું.
એ સંતે કહ્યું : ‘કૃપા કરજો.’
સ્વામીશ્રી કહે : ‘કૃપા તો કરી છે. કેટલી કરવી? આ સાધુ બનાવ્યા.’
આટલું કહીને પસાર થતાં થતાં કહે : ‘છૂટી જશે બધાના સ્વભાવ.’
Vachanamrut Gems
Gadhadã II-10:
Attributes of Bhakti
"… Therefore, to realise such redemptive virtues in God and to seek His firm refuge is known as bhakti."
[Gadhadã II-10]