પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-2-2010, વડોદરા
દર સોમવારે સવારે ભ્રમણ કરતાં પહેલાં સ્વામીશ્રીનો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ લેવાતો હોય છે. પલંગ ઉપર સ્વામીશ્રીને સુવરાવવામાં આવે છે અને ત્યારપછી કાર્ડિયોગ્રામ લેવામાં આવે છે. આજે પણ ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રામ લેવાનો વિધિ પૂરો થયો. અહીં સ્વામીશ્રીનું ભ્રમણ બહારના ઓરડામાં હોય છે. એટલે કાર્ડિયોગ્રામ પૂરો થતાં જ સેવક પ્રદીપભાઈએ શયનકક્ષની બધી લાઇટ ચાલુ કરી દીધી.
આ વાતની નોંધ લેતાં સ્વામીશ્રી તરત જ કહે : ‘પ્રદીપને કાંઈક કામ લાગે છે. આટલી બધી લાઇટો કરવાની જરૂર શું ?’
સ્વામીશ્રીનાં વચનો સાંભળીને પ્રદીપભાઈ કાંઈ બોલ્યા નહીં. એટલે વળી સ્વામીશ્રી કહે : ‘આ તો કાંઈક વિચાર સાથે કદાચ કરી હોય એટલે પૂછું છું.’
જોકે ફક્ત સ્વામીશ્રીની સગવડ માટેના વિચાર સાથે જ તેઓએ કર્યું હતું, પરંતુ સ્વામીશ્રીને એ ન રુચ્યું એટલે સ્વામીશ્રીએ વધારાની લાઇટો બંધ કરાવી.
Vachanamrut Gems
Loyã-14:
Not Trusting the Mind
"… 'Even an accomplished yogi should never trust his mind - even though he may appear to have conquered it.' …"
[Loyã-14]