પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											જ્યાં જઈએ ત્યાં ઘર... 
									
                                    
                                        
	ટાટા સ્ટીલના એક વખતના સી.ઈ.ઓ. અને ઇન્ડિયન ઍરલાઇન્સ અને ઍર ઇન્ડિયાના પણ સી.ઈ.ઓ. રહી ચૂકેલા રૂસી મોદી દર્શને આવ્યા. તેઓની સાથે કોલકાતા સ્થિત મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ આઈ.આઈ.એમ.ના ચૅરમૅન શ્રી આદિત્ય કશ્યપ પણ હતા. રૂસી મોદી ૮૮ વર્ષના છે, ગમ્મતી પારસી બાવા છે. સ્વામીશ્રી સમક્ષ તેઓ આવ્યા. ખુરશી ઉપર બેઠા. અક્ષરધામ સંબંધી વાતો તેઓએ જાણી હતી. સ્વામીશ્રીને આનંદી પારસી બાવાએ પૂછ્યું, 'તમારું પરમેનન્ટ હોમ ક્યાં છે ?'
	'પૂરી દુનિયા.' એટલું કહેતાં સ્વામીશ્રીએ હાથ અધ્ધર કરીને જમણા હાથની પહેલી આંગળી વડે ગોળ ગોળ નિશાની હવામાં જ કરી.
	'એટલે તમારું ઘર જ નથી, એમ ને ? વેરી ગુડ... વેરી ગુડ... કોઈ ઘરની વરી જ નહીં.' પારસી બાવા મુક્ત મને હસી પડ્યા.
	હસતાં હસતાં સ્વામીશ્રી કહે : 'જ્યાં જઈએ ત્યાં ઘર.' સ્વામીશ્રીએ તદ્દન અનાસક્તભાવે કહ્યું. વસુધા એ જ તેઓનું ઘર છે ને ! કારણ કે સ્વામીશ્રી તો વિશ્વપુરુષ છે.
	'તમે કઈ સ્કૂલમાં ભણવા ગયા હતા.' રૂસી મોદીએ પૂછ્યું.
	'ગુજરાતી સ્કૂલમાં.' સ્વામીશ્રીએ અત્યંત નિખાલસતાથી સ્વામીશ્રીને વાત કરી.
	'કોલકાતા તમને પસંદ છે ?'
	'ભક્તો છે એટલે પસંદ છે.' સ્વામીશ્રીએ ખરું રહસ્ય જણાવ્યું.
	(તા. ૦૪-૧૨-૨૦૦૫, કોલકાતા)
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Vartãl-3.:
                                             
                                            A Person in whom Bhakti Flourishes
                                        
                                        
                                            
	“Of the four types of eminent spiritual people just described, if a person serves one who is like lightning or the vadvãnal fire – by thought, word and deed, while staying within the tenets of one’s dharma – then bhakti coupled with the knowledge of God’s greatness flourishes in that person.”
	[Vartãl-3.]