પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-8-2010
ભોજન બાદ એક પછી એક ફોન આવતા ગયા. સ્વામીશ્રીને એક મિટિંગ કરવી હતી, પણ એ શક્ય ન બની. મોમ્બાસાથી સંદીપ ધીરનો ફોન આવ્યો. આટઆટલી પ્રવૃત્તિની વચ્ચે પણ સ્વામીશ્રી સંદીપ ધીરને કહે : ‘તું તારી ભાષામાં વાત કર.’ સંદીપ મૂળ પંજાબી છે, એટલે એણે પંજાબી ભાષામાં સ્વામીશ્રીને વાત કરી. સ્વામીશ્રીએ આ રીતે સ્મૃતિ આપી.
લાખો હરિભક્તોના સંપર્કમાં હોવા છતાં સ્વામીશ્રી કોણ ક્યાં છે અને એની લાક્ષણિકતા શું છે ? એ બધું જ જાણે છે. કોને કઈ રીતે રાજી કરવો, એ પણ સ્વામીશ્રી જાણે છે.
Vachanamrut Gems
Gadhadã II-33:
God's Proximity
“If a person firmly observes the vow of non-lust, then he is never far from God…”
[Gadhadã II-33]