પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
એક હરિભક્તના દેશકાળ બહુ ખરાબ થઈ ગયા હતા. તેઓ આર્થિક સંકડામણથી હારી જઈને આપઘાત કરવાનો વિચાર કરતા હતા. સ્વામીશ્રીએ પ્રેમથી એમને કહ્યું : ‘આપઘાત તો ક્યારેય ન કરવો. મરી ગયા પછી શું ? જીવતો નર સો ભદ્રા પામે. જીવતા છીએ તો બધું સારું થશે.’
પેલા હરિભક્ત કહે : ‘પણ બધી રીતે મુશ્કેલીઓમાં એવો ઘેરાઈ ગયો છું કે ધર્માદાના પૈસા પણ આપી શકતો નથી.’
સ્વામીશ્રી કહે : ‘તમારી ભાવના સારી છે, પણ દેશકાળ સારા ન હોય તો એવો આગ્રહ ન રાખવો કે ધર્માદાના પૈસા આપવા. સેવા ઘણી રીતે થાય છે. અત્યારે દેહે કરીને પણ થશે. માટે એ કરજો અને મનમાં ઓછું લાવતા નહીં.’
Vachanamrut Gems
Loyã-10:
Eradicating one's Flaws Through Bhakti and Knowledge
“… Similarly, to such a person with gnãn, all objects become vain, and due to that gnãn, his vision becomes broad. A person with such an understanding becomes happy.”
[Loyã-10]