પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-1-2010, મધુભાન રિસોર્ટ
મધુભાન રિસોર્ટના માલિક પ્રયાસવીનભાઈ સ્વામીશ્રી સમક્ષ બેઠા હતા. પોતાના વ્યવસાય અંગે વાત કરતાં તેઓ સ્વામીશ્રીને કહે : ‘એવી ઇચ્છા રહે છે કે જેમ અમે આગળ વધીએ છીએ એમ અમારા કર્મચારીઓ પણ આગળ વધે અને આપને જાણીને નવાઈ લાગશે કે કર્મચારીના યુનિયનનો લીડર જ હું છું. એ લોકો મને સામેથી કહે છે કે અમારા ધાર્યા કરતાં પણ તમે અમને વધારે આપો છો. અને હું પણ માનું છું કે આ મારા જ લોકો છે; પછી ભેદભાવ ક્યાં રહ્યો ? અને એ લોકો મારું રાખે છે પણ એટલું જ.’
સ્વામીશ્રી કહે : ‘કાર્ય કરવાવાળા એ લોકો છે, એટલે ભાગીદારી જ છે એમ જ સમજવું જોઈએ ને ! અને તમે આટલું ધ્યાન રાખો તો એ લોકોને કંપની પણ પોતાની મનાય. ક્યારેક કહેવાનું થાય, પણ ઉતારી પાડવા માટે નહિ, પણ હેતથી આગળ વધારવા માટે. આ બહુ સારી રીત છે.’
સ્વામીશ્રીએ માનવ-સંબંધોની જાણે એક શાશ્વત રીત દર્શાવી દીધી.
Vachanamrut Gems
Panchãlã-2:
God is One and Unparalleled
"Also, one should understand, 'God is one and unparalleled, while others such as Prakruti-Purush, etc., are His devotees and meditate on Him.' That is why they are referred to as forms of God. Just as a great sãdhu who meditates on God is known as a form of God, in the same way Prakruti-Purush, etc., are also forms of God…"
[Panchãlã-2]