પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											દિગંતમાં ડંકા - ૨૮ 
									
                                    
                                        
	જીંજા, તા. ૫-૩-'૭૦
	સાંજે ૬-૦૦
	ભક્તચિંતામણિની પારાયણ ચાલતી હતી. ૬૪મું પ્રકરણ વંચાતું હતું. તે ઉપર યોગીજી મહારાજ બોલ્યા :
	'મહારાજ પહેલાં ગામોગામ ફરતા. તે વખતે પ્લેન કે મોટર નહિ. અત્યારે આફ્રિકામાં મોટરમાં ફરે છે.'
	'સારંગપુર ક્યાં આવ્યું ?' સ્વામીશ્રીએ પૂછ્યું.
	'બોટાદ પાસે', એકે કહ્યું.
	'સૌરાષ્ટ્રમાં', બીજાએ કહ્યું.
	'અહીં આવ્યું. અત્યારે સારંગપુરથી જ ફગવા મહારાજ આપે છે.' સ્વામીશ્રી પરભાવમાં બોલી રહ્યા હતા. સૌ સ્વામીશ્રી સામે એકચિત્તે જોઈ રહ્યા હતા. એમની વાણીમાં મહારાજનાં દર્શન થતાં હતાં.
	'બાપા, આ બધા ફગવા-વરદાન આપો.' હરિભક્તોએ પ્રાર્થના કરી.
	'જાવ, બધાને આ વરદાન દીધા.' સ્વામીશ્રીએ રાજી થકા આશીર્વાદ આપ્યા.
	 
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-1:
                                             
                                            Peace and Happiness in Samadhi
                                        
                                        
                                            
	“… A person who does not have the virtues of ãtmã-realisation and vairãgya, even though he has attained nirvikalp samãdhi, experiences happiness and peace only while he remains in samãdhi. But when he comes out of samãdhi, then, like Nãrãyandãs, on seeing pleasurable objects, he becomes attracted to them.”
	[Gadhadã III-1]