પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											દિગંતમાં ડંકા - ૧૩ 
									
                                    
                                        
	નૈરોબી, તા. ૧૩-૨-'૭૦
	અહીં શ્રી નાગજીભાઈની મોટરના આફ્રિકન ડ્રાઈવરે, યોગીજી મહારાજ પાસે વર્તમાન ધારણ કર્યા. સ્વામીશ્રી અવારનવાર શ્રી નાગજીભાઈની ગાડીમાં બેઠા હોય ત્યારે તથા બીજા થકી એણે જાણ્યું કે, દીકરાઓને સાધુ કરવા માટે સ્વામીશ્રી હરિભક્તોને વાતો કરે છે. કોણ જાણે કેમ પણ આ વાતોની ચાનક તેને લાગી અને તેણે સ્વામીશ્રીને પ્રાર્થના કરી :
	'બાપા, મારા આ બે દીકરાને તમે સાધુ કરવા લઈ જાવ.'
	રાજી થઈ સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા ને કહ્યું, 'દાદર મંદિરે સેવા કરશે.'
	સંસ્કાર અને ભાષાની વિભિન્નતા છતાં એક આફ્રિકન મુમુક્ષુના હૃદય સુધી સ્વામીશ્રીનો સંદેશ કેવી રીતે પહોંચ્યો એ પણ એક આશ્ચર્ય સૌએ અનુભવ્યું !
	 
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-48:
                                             
                                            Definitely not having to take another birth
                                        
                                        
                                            
	“If a person is able to contemplate upon God in his antahkaran in this manner, and if he were to die while still harbouring such a desire for God, he would definitely not have to take another birth. If he engages in such contemplation of God, he has certainly attained the highest state of enlightenment while alive…”
	[Gadhadã II-48]