પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૪
									
                                    
                                        
	ગોંડલ. 
	ગોંડલમાં વિનુ ભગત એક વખત વાસણો ઊટકતા હતા. ત્યાં યોગીજી મહારાજ પાઘ વગેરે પહેરીને બહાર જવાની તૈયારી કરતા આવી પહોંચ્યાં. એક થાળી જરા ચીકણી જોઈ તો જાતે રાખ લઈ તેને ઘસવા લાગ્યા, પણ કોઈને ચીંધ્યું નહિ. રોમરોમ સેવાનો આદર્શ સ્વામીશ્રીના જીવનમાં તાદૃશ દેખાતો. યુવાનીમાં તો એમણે અથાગ પરિશ્રમ કર્યો છે, પણ પાછલી અવસ્થામાં પણ... નાદુરસ્ત સ્વાસ્થ્ય અને લાખોના જીવનપ્રાણ હોવા છતાં... સેવાભાવમાં લેશ પણ ઓછપ જણાવી નથી.
	યોગીજી મહારાજ કહે, 'ત્રણ વાગે ઊઠતા, સારંગપુરમાં વાડ્યો કરતા, રોટલા ઘડતા, વાસણ ઊટકતા, એમાં આનંદ આવતો પણ થાક જણાતો નહિ.'
	'આમાં આનંદ શાનો ? ઊલટું કષ્ટ પડે...' એક ભક્તે કહ્યું.
	'ગુરુ, મૂર્તિનો આનંદ આવતો ! ભગવાનના ભક્તોની સેવા-પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે, તે કરીએ એટલે આનંદ આવે. ભગવાનનું સુખ ભક્તોની સેવામાં જ રહેલું છે, દેહાભિમાન પોષવામાં નહિ.'
	કેવો અદ્ભુત આદર્શ !
	- સાધુ ઈશ્વરચરણદાસ.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Kãriyãni-6:
                                             
                                            A Perfect Devotee of God
                                        
                                        
                                            
	"In addition, even those who are devotees of God and have resolute love only for God, will not find pleasure in enticing vishays. Although they may sustain the body with ordinary vishays, they immediately become dejected by enticing vishays. So, only such a person can be considered a completely perfect devotee of God."
	 
	[Kãriyãni-6]