પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											દિગંતમાં ડંકા - ૩ 
									
                                    
                                        
	નૈરોબી, તા. ૫-૨-'૭૦,રાત્રે ૯-૦૦
	યોગીજી મહારાજ આજે મુંબઈથી નીકળી નૈરોબી પ્લેનમાં આવી પહોંચ્યા. મુંબઈથી વિદાય, નૈરોબીમાં સ્વાગત, મુસાફરી વગેરે શ્રમ ઘણો પડ્યો હતો. અહીંના જાણીતા ડૉક્ટર અને સ્વામીશ્રીના સેવક ડૉ. કામદારે રાત્રે સ્વામીશ્રીની તબિયત જોઈ. નાડીના ધબકારા ૮૨ હતા. એકંદરે સ્વાસ્થ્ય સારું હતું. કારણ આટલા પરિશ્રમ પછી ધબકારા વધી ગયા હશે એમ સૌનું માનવું હતું. ઊંઘની ગોળી લઈ સ્વામીશ્રી પોઢી રહ્યા હતા.
	'બાપા, અહીં ઠંડી નથી.'
	'હા, મહારાજે મારા ઉપર દયા કરી. બારણું બંધ કરો. ગોળીનો કેફ વયો જશે...'
	સ્વામીશ્રી પોઢી ગયા.
	પ્રત્યેક ક્ષણે ઈષ્ટદેવના-મહારાજના કર્તાપણાનું કેટલું જાણપણું !
	મહારાજમય જીવન જીવતા આ પુરુષ, આવા પ્રસંગોથી મહારાજના કર્તાપણાની દૃઢતા શું આપણને નહિ કરાવતા હોય ?
	 
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-56:
                                             
                                            To Please God
                                        
                                        
                                            
	“Thus, to please God, a devotee should totally discard the panchvishays. He should also abandon any affection for objects which may hinder his love for God.”
	[Gadhadã II-56]