પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-6-2010, દિલ્હી
ત્રિપાઠી નામના એક સદ્ગૃહસ્થ દર્શને આવ્યા હતા. તેઓ કહે : “ચંપકલાલ શેઠના દીકરા સૌરિન સાથે મેં યોગીજી મહારાજનો ઘણો લાભ લીધો છે. ખાસ કરીને યોગીજી મહારાજના છેલ્લા દિવસોમાં એમણે ખાસ અમને સેવા માટે બોલાવ્યા હતા. એમનાં ધોતિયાં ધોવાથી માંડીને બધી સેવાનો લાભ અમે લીધો હતો. છેલ્લે યોગીજી મહારાજે મને બોલાવ્યો અને કહ્યું, ‘તને કાંઈપણ મૂંઝવણ હોય તો આ પ્રમુખસ્વામીને મળજે, તારી મૂંઝવણ દૂર થશે.” યોગીજી મહારાજે આવા તો અસંખ્ય મુમુક્ષુઓને સ્વામીશ્રીની ઓળખાણ કરાવી હતી.
Vachanamrut Gems
Gadhadã II-42:
Glory of Akshar
“… Countless millions of brahmãnds dwell like mere atoms in each and every hair of that Akshar…”
[Gadhadã II-42]