પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											ભગવાન સ્વામિનારાયણ સંતો-ભક્તોના સંઘ સાથ... 
									
                                    
                                        
	ભગવાન સ્વામિનારાયણ સંતો-ભક્તોના સંઘ સાથે સુરત જઈ રહ્યા હતા. રસ્તામાં કારેલી ગામે સરોવર પાસે રાત્રિનિવાસ કર્યો. મધરાતે એકદમ ચીસ પડીઃ 'ઓ બાપ રે...' ચીસ સાંભળતાં જ શ્રીહરિ સફાળા જાગીને ચીસની દિશામાં દોડી ગયા. જોયું તો મોકાખાચરને આંગળીએ વીંછી કરડ્યો હતો. તેમની પીડા જોઈ શ્રીહરિ દ્રવી ગયા. તેમણે તાત્કાલિક ઘી અને ખાંડ મંગાવ્યાં. સાબુ અને અફીણનું તેલ પણ મંગાવ્યાં. પીડાથી કણસતા મોકાખાચરને તેમણે જાતે ઘી અને ખાંડનું અનુપાન કરાવ્યું. અને ડંખની પીડાને શમાવવા સાબુ અને અફીણનું તેલ ડંખ પર ચોપડી આપ્યું. થોડા સમયમાં મોકાખાચરની પીડા શમી ગઈ.
	એક સામાન્ય ભક્તની પીડા શમાવવા માટે મધરાતે દોડી આવનાર શ્રીહરિ જેવા સમર્થ વૈદ્ય આવ્યા, એટલે મોકાખાચરની શરીરની પીડા તો ક્યારની શમી ગઈ, પરંતુ શ્રીહરિના નિર્મળ અને પ્રેમમય સાંનિધ્યથી તેમના અંતરની પીડા પણ શમી ગઈ!
	મોકાખાચરનું અંતર પોકારી રહ્યું હતું: 'દરદ મિટાયા મેરા દિલકા, મોહે ઔષધ અમૃત પાયા રે...'
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Panchãlã-7:
                                             
                                            Offering Bhakti to the Form One has Seen
                                        
                                        
                                            
	"… Furthermore, one should meditate on, worship, and offer bhakti only to the form that one has seen…"
	 
	[Panchãlã-7]