પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-6-2010, લીંબડી
સંસ્થાનાં કાર્યો અંગે એક ટીકાત્મક લેખ વર્તમાન-પત્રમાં આવ્યો હતો. એમાં જે ટીકા કરવામાં આવી હતી, તે તદ્દન વજૂદ વગરની હતી. વર્તમાનપત્રમાં આવેલા આ લેખનું કટિંગ મોકલીને મુંબઈથી રમેશભાઈ દવેએ તેનો વર્તમાનપત્ર માટે ઉત્તર તૈયાર કર્યો હતો, તે પણ સાથે મોકલ્યો હતો. આ ક્લિપિંગને સ્વામીશ્રી સમક્ષ વાંચવામાં આવ્યું અને એ લેખનો રમેશભાઈ દવેએ આપેલો જવાબ પણ સ્વામીશ્રીએ વાંચ્યો, જે હજી વર્તમાનપત્રમાં પ્રગટ થયો ન હતો.
સ્વામીશ્રીએ સહજ રીતે પોતાની રુચિ જણાવતાં કહ્યું કે ‘જવાબ એટલો સરસ આપ્યો છે કે સામાવાળાની છાતી બેસી જાય, પણ મને એવું લાગે છે કે આપણે આપણું મંડન કરવાનું હોય તોય કોઈનું ખંડન ન કરવું. લખવું એ બરાબર છે, પણ ખંડન ન કરવું જોઈએ. ખંડન કરવાની જરૂર નથી.’
સ્વામીશ્રીની સાધુતાની આ ફોરમ એ જ એમની આગવી વિશેષતા છે.
Vachanamrut Gems
Gadhadã II-33:
It Hurts Me Deeply
“When an assembly has gathered, if a man or woman looks lustfully at someone else, then no matter how hard they may try to conceal it, it never escapes My attention. At that time, I become extremely displeased upon that person, and even My face turns red. It hurts Me deeply, but feeling obliged, I cannot say much. Furthermore, being a sãdhu, I keep My feelings within My heart, but if I were to adopt the ways of a king, I would punish that person severely.”
[Gadhadã II-33]