પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-6-2010, લીંબડી
સાંજે પરવાર્યા પછી પત્રવાંચન કરવા વિરાજ્યા. એક યુવકે 39 પાનાંનો પત્ર મોકલ્યો હતો. સ્વામીશ્રીએ શાંતિથી એ પત્ર વાંચ્યો. એ પત્ર વાંચતાં પોણો કલાક થયો. પત્ર વાંચીને જે તે વિસ્તારમાં ફરતા સંત સાથે ફોનમાં વાત કરી, ત્યારે એમણે કહ્યું : ‘બાપા ! આપે આખો કાગળ વાંચ્યો ?’
સ્વામીશ્રી કહે : ‘વાંચીએ તો જ ખબર પડે ને !’
સ્વામીશ્રીની આ ધીરજ છે અને સૌ પ્રત્યેનો પ્રેમ છે.
Vachanamrut Gems
Gadhadã II-33:
A True Sadhu
“… The enemies of lust, anger, avarice, etc., prevail strongly even in a sãdhu, but to please God, he would still forsake them; for only then can he be called a true sãdhu.”
[Gadhadã II-33]