પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
સાંજે પરવાર્યા પછી સ્વામીશ્રી ધર્મચરણ સ્વામીને કહે : ‘રાજકોટ ફોન જોડો, યોગીસ્વરૂપ સ્વામીનું કામ છે.’ ધર્મચરણ સ્વામી યોગીસ્વરૂપ સ્વામીને ફોન જોડતા હતા, પણ તેઓ મળ્યા નહીં, એટલે સ્વામીશ્રી કહે : ‘ધર્મકુંવર સ્વામીને બોલાવો.’ તેઓ આવ્યા એટલે સ્વામીશ્રી કહે : ‘રાજકોટના ચુનીભાઈ ચાતુર્વેદી છે, એમની ઉંમર થઈ ગઈ છે. જૂના હરિભક્ત છે, એટલે મારી ઇચ્છા છે કે સમૈયા માટે અહીં બોલાવવા, સમૈયાનો લાભ લે. તમે મોટરની વ્યવસ્થા કરી દેજો અને અહીં મંદિરમાં જ ઉતારાની વ્યવસ્થા કરી દેજો.’
ધર્મકુંવર સ્વામી કહે : ‘લેવા માટે ગાડી મોકલી દઉં છું અને ઉતારાની પણ વ્યવસ્થા થઈ જશે.’
સ્વામીશ્રી કહે : ‘હમણાં યોગીસ્વરૂપ સ્વામીને ફોન કરીએ છીએ, પછી તમને વાત કરીએ.’
થોડી વારમાં યોગીસ્વરૂપ સ્વામીનો ફોન આવ્યો.
સ્વામીશ્રી કહે : ‘તમે ક્યાં સંતાઈ ગયા હતા ?’
‘સ્નાન કરવા ગયો હતો.’
હસતાં હસતાં સ્વામીશ્રી કહે : ‘તો બરાબર છે. બાથરૂમમાં સંતાયા એટલે ન જ મળે ને !’ આટલું કહીને સ્વામીશ્રીએ ચુનીભાઈ ચાતુર્વેદીની વાત કરી. એટલે યોગીસ્વરૂપ સ્વામી કહે : ‘હું એમને વાત કરું છું. આપ એમને સંભારો છો, એ સાંભળશે તો રાજી થઈ જશે. ગાડીની વ્યવસ્થા પણ અહીંથી કરી દઈશું.’
થોડી વારમાં યોગીસ્વરૂપ સ્વામીનો ફોન આવ્યો ને વાત કરી કે ‘આપે બોલાવ્યા છે, એ સાંભળીને તેઓ રાજીના રેડ થઈ ગયા.’
આ વાતચીત દરમ્યાન નારાયણમુનિ સ્વામી રૂમમાં આવ્યા એટલે સ્વામીશ્રીએ તેઓને પણ ચુનીભાઈની વાત કરી.
નારાયણમુનિ સ્વામી કહે : ‘અમે તો એમને કહેવડાવ્યું હતું કે ‘તમે સમૈયા પછી આવજો, એટલે ભીડો ન પડે;’ પણ આપે બોલાવ્યા છે તો વાંધો નથી.’
સ્વામીશ્રી કહે : ‘જૂના માણસ છે, નિષ્ઠાવાળા માણસ છે, તો સમૈયાનો લાભ લે એટલે જ બોલાવ્યા છે. એ આવે તો સેવામાં કોઈ સારો માણસ રાખી દેજો.’
નારાયણમુનિ સ્વામી કહે : ‘મુંબઈના જાનીકાકા છે. પહેલાં પણ ચુનીભાઈને એક્સિડન્ટ થયો ત્યારે એમણે સેવા કરી હતી. એમને મૂકી દઈશું.’
સમૈયામાં હજારો હરિભક્તો આવ્યા હતા. સમગ્ર મંદિર-નિર્માણના મુખ્ય યજમાન તરીકે જેમણે ખૂબ આર્થિક સેવા કરી છે એવા ચંદ્રકાંતભાઈ પૂજારા માટે સ્વામીશ્રીએ જેટલી ચિંતા કરી હતી, એટલી જ ચિંતા નિષ્ઠાવાન પણ સામાન્ય હરિભક્ત માટે પણ સ્વામીશ્રીએ કરી. સમૈયાની તૈયારીઓમાં રોજેરોજ અનેક આયોજનોમાં સ્વામીશ્રી વ્યસ્ત હોવા છતાં આ બધાં કાર્યોની વચ્ચે સામાન્ય હરિભક્તને પણ સ્વામીશ્રી ભૂલતા નથી.
Vachanamrut Gems
Amdãvãd-4:
What is God Like?
Thereupon Shriji Mahãrãj said to the muni-mandal and the devotees, “Everyone please listen to what I have to say. One should first develop a firm conviction of the form of God. What is God like? Well, He, by His own wish, takes birth for the liberation of the jivas. Yet having taken birth, He is still beyond birth. Despite having to die, God is still beyond aging and death. He is also ‘niranjan’, that is to say, He has no blemish of mãyã. In addition, He possesses a definite form and is self-radiant; He is Parabrahma, antaryãmi, the supporter of countless millions of brahmãnds; and He also transcends Akshar. His assuming and discarding of a human body is merely an illusion – like the magic of a wizard. Furthermore, He is the controller of the countless muktas, including Akshar. He is also the lord of all. That Shri Purushottam Nãrãyan, after first taking birth from Dharmadev and Murti, performs austerities in Badrikãshram in the form of Narnãrãyan.
[Amdãvãd-4]