પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
સ્વામીશ્રીએ ધર્મકુંવર સ્વામી, જ્ઞાનપ્રસાદ સ્વામી અને નારાયણમુનિ સ્વામીને બોલાવ્યા ને હૅલિકૉપ્ટરમાં કોને કોને બેસાડવા છે એ માર્ગદર્શન આપ્યું.
વળી, આજે સાંજે મંદિરના કાર્યમાં સહયોગ આપનાર તમામની સન્માનવિધિ રાખવાની છે, એની પણ ઝીણવટપૂર્વક પૂછપરછ સ્વામીશ્રીએ કરી.
સ્વામીશ્રી કહે : ‘કઈ શાલ કોને ઓઢાડવી અને કોણ ઓઢાડશે એ બધું નક્કી કર્યું છે ? લિસ્ટ કર્યું છે ?’
જોકે લિસ્ટ કર્યું ન હતું, એટલે સ્વામીશ્રી કહે : ‘અક્ષયમુનિને ને મનીષ અને સંજય વગેરેને મળી લો અને લિસ્ટ તૈયાર કરો ને પાંચ વાગે આવીને મને બતાવી જાવ.’
વળી, ભ્રમણ માટે ઊભા થતાં સ્વામીશ્રી ધર્મચરણ સ્વામીને કહે : ‘ચુનીભાઈ ચાતુર્વેદીને યજ્ઞમાં બેસાડ્યા હતા ?’
ધર્મચરણ સ્વામી કહે : ‘એમના માટે બધી વ્યવસ્થા થઈ ગઈ છે, પણ બેઠા હતા કે નહીં એ ખબર નથી.’
સ્વામીશ્રી કહે : ‘તપાસ કરી લેજો.’
આમ, સમગ્ર ઉત્સવ દરમ્યાન ઝીણામાં ઝીણી બાબતમાંય સ્વામીશ્રીનો ચોકસાઈનો આગ્રહ પ્રત્યેક કાર્ય અને આયોજનને વધુ દીપાવતો રહ્યો.
Vachanamrut Gems
Gadhadã II-48:
If One is Unable to Contemplate upon God
“If, however, one is unable to contemplate upon God’s form, one should remain in the company of such a sãdhu who possesses dharma, gnãn, vairãgya and bhakti…”
[Gadhadã II-48]