પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-4-2010, ગાંધીનગર
દશમા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી દર્શને આવ્યો. એને મોબાઈલનો દુરુપયોગ કરવાની ખરાબ ટેવ પડી ગઈ હતી. આવી કુટેવને લીધે ધીમે ધીમે એ એકાગ્રતા ગુમાવતો જતો હતો. સ્વામીશ્રીએ એને ટકોર કરતાં કહ્યું : ‘જિંદગીમાં નિષ્ફળ નથી જવાનું, સફળ જવાનું છે. અત્યારથી આ બધું કરે છે એ ખોટી ટેવ આખી જિંદગી નડશે. એટલે આ બધું મૂકી દેજે. મા-બાપની આજ્ઞા પાળજે. ખોટે રસ્તે જઈશ તો તારી લાઇફ બગડશે, એટલે અત્યારે અભ્યાસમાં ધ્યાન આપ. અભ્યાસ બરાબર કરજે. પાંચ માળા કરજે અને પ્રાર્થના કરજે, જેથી આ બધી ટેવો છૂટી જાય.’
Vachanamrut Gems
Gadhadã II-18:
Even the Great Behave as the Servants of God
“… Despite being aksharrup, they behave as the servants of Purushottam Bhagwãn, who transcends Akshar…”
[Gadhadã II-18]