પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											ઉપદેશ વચનોની ધારી અસર 
									
                                    
                                        
	એક યુવાન ડ્રગ્સની લતે ચડી ગયો હતો. અનેક પ્રયત્નો પછી ડ્રગ્સના માર્ગેથી એમનાં માતાપિતાએ એને પાછો વાળ્યો. એ પણ સુધરી ગયો, પરંતુ ધીમે ધીમે અચાનક શું થયું અને એ હતાશામાં સરી પડ્યો. ભણેલોગણેલો, શહેરમાં રહેનારો અને તરવરિયો હોવા છતાં રૂમમાં જ પુરાઈને બેસી રહેતો. ભગવાનમાં પણ શ્રદ્ધા રહી ન હતી. છેવટના ઉપાય તરીકે માબાપે પોતાના સ્વજન સાથે આ યુવકને પરાણે સમજાવી પટાવીને સ્વામીશ્રી પાસે મોકલ્યો.
	સ્વામીશ્રીએ એની બધી જ કથની સાંભળી પછી બળ આપતાં કહ્યું : 'તું ઘરમાં પુરાઈ રહીશ તો ખોટ તારાં માબાપને નથી, તને છે. તું હજી જુ વાન છે. નોકરી કરી શકે એમ છે, તો પુરુષાર્થ કરને નોકરી કર. બે પૈસા જરાક કમા તો જ લાઇફમાં આનંદ રહેશે. ડ્રગ્સ લીધું એમાં કેટલો દુઃખી થયો? એ ભૂલ તારી જ છે. એમાં ભગવાનની ભૂલ ન કહેવાય. ભગવાને તો પહેલેથી જ ના પાડી છે, પણ આપણે એ માર્ગે ચડીએ એમાં ખોટ આપણને જ છે. સારું થયું કે એમાંથી તું નીકળી શક્યો, પણ હવે આ હતાશામાંથી પણ નીકળી જા. અમે ભગવાનને પ્રાર્થના કરીશું. તારાં માબાપને તારી ચિંતા થાય કે નહીં ? વળી, આમાં તો પૈસા, શરીર અને આબરૂ વગેરે બધું જ જાય. ઘરમાં પુરાઈ રહીશ તો ખોટ તને છે, માટે આજથી પ્રયત્ન કર અને નોકરીએ લાગી જા.'
	સ્વામીશ્રીના આ ઉપદેશવચનોની એના અંતરમાં ધારી અસર થઈ અને એણે સ્વામીશ્રી સમક્ષ પુરુષાર્થી થવાનો નિયમ લીધો.               (૨૦-૧૧-૨૦૦૪, સારંગપુર)
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-21:
                                             
                                            God the All-Doer
                                        
                                        
                                            
	“… In the same way, the factors of place, time, karma and mãyã can only do as much as God allows them to do; they cannot do a single thing against the wish of God. Therefore, only God is the all-doer.”
	[Gadhadã II-21]