પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 22-3-2010, સારંગપુર
	રૂપચોકીમાં બેઠેલા સંતો ગાઈ રહ્યા હતા : ‘જે જે હરિએ કર્યું હેત, એવું કરે કોણ આપણે રે; માત તાત સગા સમેત, માન્યા સનેહી ભોળાપણે રે...’
	સ્વામીશ્રીએ ભોળાપણના અર્થને સ્પષ્ટ કરતાં કહ્યું : ‘આપણાં જે હતાં નહીં એને પણ (સાંસારિક રીતે) માબાપ માની લીધા. નથી છતાં પણ મનાય, ન હોય છતાં પણ સમજાય એને ભોળપણ કહેવાય. (આધ્યાત્મિક રીતે ભગવાન અને સંત) સાચાં મા-બાપ મનાય એટલે પેલું બધું ભૂલી જવાનું.’
	નીલકંઠસેવા સ્વામી કહે : ‘પેલાં હતાં (સાંસારિક મા-બાપ) એ બધાંને સાચું હેત કરતાં આવડ્યું નહીં અને આપને આવડે છે એટલે બધા અહીં આવી ગયા.’
	‘એ સાચું છે.’ સ્વામીશ્રીએ સૂર પુરાવ્યો.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-16:
                                             
                                            The Importance of Niyams
                                        
                                        
                                            
	“… However, if a person does not observe these niyams, then regardless of how intense his vairãgya may be, or how much gnãn he may possess, he will not remain stable in any way…”
	[Gadhadã II-16]