Every year on Bhadarva vad 9, we devoutly and joyously celebrate the birth anniversary of guruhari Pragat Brahmaswarup Mahant Swami Maharaj in his presence. However, since this day falls during the rainy season, the large number of devotees who come for his darshan and blessings experience many difficulties.
Therefore, from now on, the BAPS Sanstha-wide celebrations of Param Pujya Mahant Swami Maharaj’s birth anniversary will be held every year on his Parshadi Diksha Day – Maha sud 2. Hence, Swamishri’s forthcoming 92nd birth anniversary will now be celebrated on 2 February 2026 in Atladara (Vadodara).
This year, on Bhadarva vad 9 (15 September 2025), Swamishri will be in Mehsana. Therefore, devotees not living in nearby places are requested not to attend the local programs organized there. On that day, devotees may offer Guru Vandana to Swamishri from their homes during darshan of the live broadcast of his morning puja.
Jai Swaminarayan from Sadhu Ishwarcharandas

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આગામી જન્મજયંતી અંગે

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ પ્રત્યે ગુરુભક્તિની માંગલિક ભાવનાઓ સાથે પ્રતિવર્ષ ભાદરવા વદ નવમીની તિથિએ તેઓની જન્મજયંતી આપણે ભક્તિભાવપૂર્વક ઊજવીએ છીએ. પરંતુ આ સમય વરસાદી ઋતુનો હોવાથી, મોટી સંખ્યામાં તેઓનો લાભ લેવા આવતા હરિભક્તોને તકલીફ અનુભવાતી. તેથી હવેથી, પ્રતિ વર્ષે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જન્મજયંતી તેઓના પાર્ષદી દીક્ષા દિનના રોજ સંસ્થાકીય સ્તરે વિધિવત્ ઊજવાશે. આ આયોજન અનુસાર તેઓશ્રીની આગામી ૯૨મી જન્મજયંતી તા. ૨-૨-૨૦૨૬ના રોજ અટલાદરા(વડોદરા) મુકામે ઊજવાશે. આગામી ભાદરવા વદ નવમીની જન્મજયંતી તિથિએ, તા. ૧૫-૯-૨૦૨૫ના રોજ તેઓશ્રી મહેસાણા ખાતે બિરાજમાન હશે, તો ત્યાં સ્થાનિક રીતે યોજાનાર કાર્યક્રમોમાં લાભ લેવા બહારગામના હરિભક્તોએ જવું નહીં. પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનું જીવંત પ્રસારણ થાય છે, તેનાં દર્શન કરી આપણે તેઓની જન્મજયંતીની પારંપરિક તિથિએ ઘરે બેઠાં ગુરુવંદના કરીશું.
સાધુ ઈશ્વરચરણદાસના જય સ્વામિનારાયણ

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS