As instructed by Bhagwan Swaminarayan in the Shikshapatri and by the wish of guruhari Param Pujya Mahant Swami Maharaj, devotees should undertake extra spiritual observances during the four holy months of Chaturmas. This year, Chaturmas is from 29 June 2023 (Ashadh sud 11) to 23 November 2023 (Kartak sud 11). To please Bhagwan Swaminarayan, Brahmaswarup Pramukh Swami Maharaj and Pragat Guruhari Mahant Swami Maharaj, the following extra observances should be undertaken:

Reading

The following books should be read during Chaturmas:
  1. Daily read the Vachanamrut & Swamini Vato
  2. Brahmaswarup Pramukh Swami Maharaj Jivan Charitra, Part 7 & Part 8 (or listen to their audio on the Akshar Amrutam app)
  3. Bhagwan Swaminarayan’s Bhaktaratno, Part 5 & Part 6 (or listen to their audio on the Akshar Amrutam app)

Austerities

  • If health permits, observe dharna-parna, chandrayan, ektana or other forms of fasting during the month of Shravan.

Listening-Darshan

  • Daily listen or watch 7–10 minutes of Pramukh Swami Maharaj’s and Mahant Swami Maharaj’s inspiring incidents and blessings through audios or videos.

Devotion

  • Daily turn an extra five or more malas. Perform extra dandvats, pradakshinas, etc. as per one’s capacity.
  • Inspire one friend to join satsang.

Homage to Guru

  • Every week, narrate in person or via letter, email or social media, one incident highlighting the virtues of guruhari Mahant Swami Maharaj to as many relatives and friends as possible.

Family

  • Conduct ghar sabha: Gather your family to read, listen, have darshan, contemplate and discuss.
  • For one year, invite the same one family to your ghar sabha once a month.
  • Inspire one family to start conducting their own ghar sabha.
Note: During Chaturmas, devotees should not eat brinjals (eggplants, aubergines), white and red radish, sugarcane and mogri.
 
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા મુજબ, પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સર્વે હરિભક્તોએ ચાતુર્માસના નિયમો નીચે મુજબ ગ્રહણ કરવા. અષાઢ સુદ 11, તા. 29-6-2023 થી કાર્તિક સુદ 11, તા. 23-11-2023 સુધી આ નિયમોનું પાલન કરીને શ્રીહરિ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ :
 

વાંચનયજ્ઞ :

નીચે આપેલાં પુસ્તકોનું ચાતુર્માસ દરમ્યાન વાંચન કરવું.
  1. નિત્ય વચનામૃત અને સ્વામીની વાતોનો પાઠ અથવા શ્રવણ.
  2. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ : ભાગ-૭ અને ભાગ-૮ (વિસ્તૃત જીવનચરિત્ર) વાંચન અથવા 'અક્ષર અમૃતમ' એપ દ્વારા નિત્ય ૧૫ મિનિટ શ્રવણ કરવું.
  3. ભગવાન શ્રી સ્વામિનારાયણનાં ભક્તરત્નો, ભાગ-૫ અને ભાગ-૬ વાંચન અથવા 'અક્ષર અમૃતમ' એપ દ્વારા નિત્ય ૧૫ મિનિટ શ્રવણ કરવું.

વ્રત-તપયજ્ઞ :

  • શારીરિક દ્રષ્ટિએ અનુકૂળ હોય તેમણે ધારણાં-પારણાં, ચાંદ્રાયણ વગેરે વ્રત-તપ કરવાં અથવા શ્રાવણ માસમાં એકટાણાં વ્રત કરવું.

ભક્તિયજ્ઞ :

  • દરરોજ પાંચ કે વધુ માળા અધિક ફેરવવી. અધિક દંડવત, અધિક પ્રદક્ષિણા વગેરે શ્રદ્ધા અનુસાર કરવાં. એક સ્નેહીને પાકા સત્સંગી થવા માટે પ્રેરણા આપવી.

દર્શન-શ્રવણયજ્ઞ :

  • ઓડિયો-વીડિયોના માધ્યમથી પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનાં પ્રસંગો, આશીર્વચનોનું દરરોજ 7 થી 10 મિનિટ શ્રવણ કરવું.

ગુણકથન યજ્ઞ :

  • દર અઠવાડિયે ગુરુહરિ સ્વામીશ્રીનો એક નવો પ્રસંગ શક્ય તેટલા વધુ સગાં-સ્નેહીઓને રૂબરૂ કહીને કે પત્ર દ્વારા અથવા અન્ય માધ્યમથી જણાવવો.

પારિવારિક નિયમો :

  • ઘરસભા કરવીઃ સામૂહિક રીતે ઘરસભામાં વાંચન, શ્રવણ, દર્શન તથા મનન કરીને ગોષ્ઠિ કરવી.
  • દર મહિને એકવાર એક સંબંધી પરિવારને ઘરસભામાં બોલાવવા. આખું વર્ષ એક જ સંબંધી પરિવારને ઘરસભામાં બોલાવવા પણ દર મહિને નવા નવા પરિવાર આવે તેમ ન કરવું.
  • એક નવા પરિવારને ઘરસભા કરતા કરવા.
નોંધઃ ચાતુર્માસ દરમ્યાન હરિભક્તોએ મૂળા, મોગરી, શેરડી અને રીંગણ ખાવાં નહિ. 

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS