The celebration of Pramukh Swami Maharaj's Centenary is awaited by all devotees. The celebration shall take place in Ahmedabad under the blessings and in the presence of HH Mahant Swami Maharaj. The schedule for the celebrations is being discussed and planned, and has not been decided yet. As always, the event schedule shall be announced on the website (www.baps.org). Devotees are requested to confirm any messages they receive regarding the schedule, with announcements on the website.
 

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંગે અગત્યનું નિવેદન


દેશ-વિદેશના અસંખ્ય ભક્તો-ભાવિકો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉજવાનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છે. આ મહોત્સવ સન 2022માં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં અમદાવાદ ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ અંગે હજુ સંસ્થા દ્વારા કોઈ તારીખો, સમય અને કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ નથી. તે અંગે વિચારણા અને આયોજનો ચાલી રહ્યા છે. સંસ્થા દ્વારા થોડા સમય પછી તેની વિધિવત જાહેરાત કરવામાં આવશે. સંસ્થા સિવાય અનધિકૃત રીતે થયેલી આ અંગેની કોઈપણ જાહેરાત તથ્ય વગરની છે. એવી કોઈપણ જાહેરાતને સાચી માનવી નહીં.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS