During the auspicious period of Shraddh, BAPS Swaminarayan Sanstha has organized an online mahapuja to pray for the peace and liberation of those who lost their lives during the COVID-19 pandemic.
Param Pujya Mahant Swami Maharaj will personally participate in this mahapuja to pray for and bless the deceased.
Everyone is welcome to participate in this special mahapuja, which will be broadcast live from Sarangpur.
Please download the list of items and preparations required to participate in this mahapuja at your home from this link.
Due to space limitations, nobody will be able to take part in the mahapuja in-person in Sarangpur.
Sunday, 26 September 2021
Webcast: 6:30 to 8:00 AM (Live), Repeat Webcast: 7:00 AM (East Africa Time), 8:00 AM (UK Time)
Boradcast: GTPL Katha (Channel 555)
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સદગત સ્વજનોના મોક્ષાર્થે વૈશ્વિક મહાપૂજા
કોરોનાકાળમાં અવસાન પામેલ સ્વજનોના આત્માની શાંતિ અને મુક્તિ માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શ્રાદ્ધ પર્વે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઓનલાઇન વૈશ્વિક મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
સદગત સ્વજનોના મોક્ષાર્થે યોજાનાર આ મહાપૂજામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સ્વયમ્ આપણા સદગત સ્વજનોના મોક્ષાર્થે સંકલ્પ વિધિ અને પ્રાર્થના કરશે તથા આશીર્વાદ પ્રદાન કરશે.
સૌ કોઈ માટે આ વિધિ નિઃશુલ્ક છે. એમાં જોડાવા માટે કોઈ પણ પ્રકારનું આર્થિક અનુદાન કરવાનું નથી.
આપણા બિન સત્સંગી સ્વજનો, સ્નેહીઓ, મિત્રો પણ આ મહાપૂજા વિધિમાં ઘેરબેઠાં જોડાઈ શકશે.
આ મહાપૂજા વિધિમાં ઘેરબેઠાં સૌએ જોડાવાનું છે.
સારંગપુરમાં જગ્યાના અભાવે પરમ પૂજ્ય સ્વામીશ્રીના પ્રત્યક્ષ સાનિધ્યમાં મહાપૂજા વિધિમાં કોઈ જોડાઈ શકશે નહિ.
તારીખ : 26 સપ્ટેમ્બર, 2021, રવિવાર
live.baps.org સવારે 6.30 થી 8.30 (Live), રિપીટ વેબકાસ્ટ: 7:00 સવારે (ઈસ્ટ આફ્રિકા સમય), 8:00 સવારે (યુકે સમય)
પ્રસારણ : GTPL કથા (ચેનલ 555)