ઘેર બેઠાં રંગોત્સવ માટે આટલી પૂર્વ તૈયારી અવશ્ય કરીએ...
તા. 29 માર્ચ 2021, સોમવારના રોજ સવારે 6.00 થી 8.30 ગુરુહરિ મહંતસ્વામી મહારાજની સન્નિધિમાં ઓનલાઇન સભા દ્વારા ઘેર બેઠા અક્ષરપુરુષોત્તમ મહારાજ સાથે રંગોત્સવનો દિવ્ય લાભ પ્રાપ્ત થશે. અહીં જણાવ્યા મુજબ પૂર્વ તૈયારી અવશ્ય કરીએ....
-
અક્ષરપુરુષોત્તમ મહારાજના આવાહન માટે બે સોપારી (ઘરે નીલકંઠવર્ણીની મૂર્તિ હોય તો સાથે તે પણ રાખી શકાય)
-
એક વાટકીમાં જળ અને ચમચી તથા એક ખાલી વાટકી
-
પૂજન માટે કંકું કે ચંદન તથા ચોખા
-
કેસુડા, ચંદન કે હળદરથી બનાવેલું એક જગ રંગવાળું જળ
-
ઘરઆંગણે ઊગેલાં પુષ્પો
-
આરતી
-
એક થાળીમાં ઉપરોક્ત સામગ્રી તૈયાર રાખવી. તથા પરિવારના સભ્યોને બેસવા માટે આસન રાખવા.