Magazines published by Swaminarayan Aksharpith, that is, Swaminarayan Prakash-Patrika, Swaminarayan Prakash (Hindi), Swaminarayan Bliss, Swaminarayan Balprakash (Gujarati and English) and Premvati could not be printed due to the Covid-19 pandemic from April 2020 onwards. It is still difficult for the Postal Department to deliver printed issues of the magazines to many of our towns and villages. In order to avoid wastage of printed material, it has been decided that the above mentioned Sanstha publications will not be printed nor posted until the situation changes. Subscription amounts shall not be charged for the issues not published, so all subscribers will receive the full number of issues for which they have subscribed.
New subscriptions are not being added for the time being.
Until Swaminarayan Prakash starts being printed again, a free digital version will be published every month on our website (at www.baps.org/publications).

સ્વામિનારાયણ પ્રકાશ અને અન્ય સામાયિકોના પ્રકાશન અંગે નમ્ર નિવેદન

સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત થતાં સ્વામિનારાયણ પ્રકાશ-પત્રિકા, સ્વામિનારાયણ પ્રકાશ (હિન્દી), સ્વામિનારાયણ બ્લીસ, સ્વામિનારાયણ બાળપ્રકાશ (ગુજરાતી અને અંગ્રેજી) અને પ્રેમવતી વગેરે સામાયિકો કોરોના મહામારીના કારણે લોકડાઉન હોવાથી એપ્રિલ-2020થી મુદ્રિત કરી શકાયા નથી. લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ પોસ્ટલ વિભાગ સાથે વિમર્શ તેમજ સર્વેક્ષણ કરતાં માલુમ પડ્યું છે કે સંસ્થાએ મુદ્રિત કર્યા બાદ પોસ્ટ કરાયેલા અંકો દૂરસુદૂર ગામડે વસતા હજારો ગ્રાહકો સુધી ઘરોઘર પહોંચાડવાનું હજુ ઘણું તકલીફભર્યું છે. વળી, પોસ્ટવિભાગ દ્વારા જાણવા મળ્યું કે એવાં ઘણાં સ્થળો છે કે જ્યાં કોરોનાની તકલીફને કારણે પોસ્ટ કરાયેલા અંકો પહોંચી શકે તેમ નથી. આમ પોસ્ટ કરાયેલી મુદ્રિત સામગ્રી વેડફાય નહીં તે માટે સંસ્થા દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ફરીથી જણાવવામાં ન આવે ત્યાં સુધી સંસ્થાના ઉપરોક્ત સામાયિકો છાપવામાં કે પોસ્ટ કરવામાં આવશે નહીં. આથી, જેમણે જેમણે લવાજમ ભર્યા છે તેમનું એપ્રિલ-2020થી બાકી રહેલું લવાજમ જ્યારથી અંક પ્રકાશિત કરવાનું શરૂ થશે ત્યારથી આગળ ગણવામાં આવશે. આ ઉપરાંત, ફરીથી જણાવવામાં ન આવે ત્યાં સુધી લવાજમ સ્વીકારવાનું બંધ રાખેલ છે. સ્વામિનારાયણ પ્રકાશની પુનઃ મુદ્રિત આવૃત્તિનું પ્રકાશન શરૂ ન થાય ત્યાં સુધી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની વેબસાઈટ (www.baps.org/publications) પર તેની ડિજિટલ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવશે, જેનો સૌ કોઈ લાભ લઈ શકશે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS