પ્રાત: તથા સંધ્યા સમયે ગવાતાં આરતી અને અષ્ટકો

 

બી. એ. પી. એસ.  સ્વામિનારાયણ સંસ્થાની ભક્તિ-પરંપરા અનુસાર તમામ મંદિરો તથા ઘરોમાં પ્રાત: અને સંધ્યા આરતી બાદ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુપરંપરાનાં સ્તુ તિ-અષ્ટકોનું ગાન થાય છે. હવેથી સવારે અને સાંજે આ સ્તુ તિ-અષ્ટકોના ગાનમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્તુ તિ શ્લોક બાદ સૌએ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સ્તુ તિ શ્લોકનું પણ નિત્ય ગાન કરવું. ગુરુપરંપરાના જયનાદોમાં પણ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના જયનાદો ઉચ્ચારવા. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનો સ્તુ તિ શ્લોક આ મુજબ ગાઈને સૌએ પ્રાર્થના કરવી.

 

શોભે સૌમ્ય મુખારવિંદ હસતું, નેણે અમી વર્ષતાં

વાણી છે મહિમાભરી મૃદુ વળી, હૈયે હરિ ધારતા;

યોગીરાજ પ્રમુખજી હૃદયથી, જેના ગુણે રીઝતા

વંદું સંત મહંત સ્વામી ગુરુને, કલ્યાણકારી સદા.

 

આ અંગેનું સૌને માર્ગદર્શન મળી રહે તે માટે બી. એ. પી. એસ. સંસ્થા દ્વારા પ્રમાણિત આરતી અને અષ્ટકોના રેકોર્ડેડ ટ્રેક અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. દેશ-વિદેશનાં તમામ બાળ-યુવા-મહિલા-સંયુક્ત સત્સંગ મંડળો અને મંદિરોમાં આ પ્રમાણે જ પ્રાત: આરતી અને સંધ્યા આરતી સમયે ગાન કરવું. પ્રાત: સમયે ગવાતાં આરતી-અષ્ટકો પ્રથમ ટ્રેકમાં મૂકવામાં આવ્યાં છે અને સંધ્યા સમયે ગવાતાં આરતી-અષ્ટકો દ્વિતીય ટ્રેકમાં છે. સૌ તેને અનુસરે તેવું નમ્ર નિવેદન છે.

 

સાધુ ઈશ્વરચરણદાસના જય સ્વામિનારાયણ.

 

Arti and Ashtaks to be recited in the Morning and Evening

After the Arti every morning and evening recited in mandirs and homes, stuti-ashtaks praising Bhagwan Swaminarayan and the Guru Parampara are recited by all BAPS devotees. The following stuti-ashtak on HH Mahant Swami Maharaj has been added, to be sung by all, after the stuti-ashtak of Pramukh Swami Maharaj. 

 

       Transliteration

Shobhe saumya mukhārvind hasatu, nene ami varshtā;

Vāni chhe mahimābhari mrudu vali, haiye Hari dhārtā.

Yogirāj Pramukhji hrudaythi, jenā gune rijhatā;

Vandu Sant Mahant Swāmi gurune, kalyānkāri sadā.

 

        Translation

His pleasant, serene, smiling face; divine grace flowing from [his] eyes;

His gentle speech full of [God’s] glory; bearing God in [his] heart.

By his virtues Yogiji Maharaj and Pramukh Swami Maharaj were delighted from their hearts;

[I] bow in reverence to our saintly guru, Mahant Swami Maharaj, who forever liberates all.

 

The audio tracks of the Arti, including this stuti-ashtak, are available for download. Please click here to download the Morning Arti audio and here to download the Evening arti audio.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS