Pramukh Swami Maharaj, BAPS sadhus and devotees join India and the world in its sadness at losing Dr. APJ Abdul Kalam, a distinguished statesman and respected human being. As a mark of respect for Dr. Kalam, there will be prayers at all BAPS mandirs during the Sunday Satsang Assembly for his pious soul.
This year’s Guru Purnima celebrations which were to be held in Bochasan and in Sarangpur have been cancelled. All BAPS devotees are requested to organize Guru Purnima program in their respective centers and perform guru pujan.

 

 

બોચાસણ-સારંગપુરમાં ગુરુપૂર્ણિમા કાર્યક્રમમાં ફેરફાર

ઠેર ઠેર ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની
શ્રદ્ધાંજલિ સભા યોજશે બી.એ.પી.એસ સંસ્થા


માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના નિધન બદલ ખેદ વ્યક્ત કરીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તેમને હાર્દિક ભાવાંજલિ અર્પણ કરી છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જેમને અર્વાચીન ૠષિ કહીને આદર આપતા હતા, એવા ડૉ. કલામને પરમ પૂજ્ય સ્વામીશ્રી પ્રત્યે અનન્ય સ્નેહભરી આત્મીયતા હતી.
આવા એક મહાન વ્યક્તિના નિધનથી સમસ્ત બી.એ.પી.એસ. પરિવાર અત્યંત દુઃખની લાગણી અનુભવે છે. સમસ્ત બી.એ.પી.એસ. પરિવાર રવિવારે દેશ-વિદેશમાં ઠેર ઠેર યોજાતી સત્સંગ સભાઓમાં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને હાર્દિક શ્રદ્ધાંજલી અર્પણ કરશે.
આ વર્ષે બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. તેને બદલે સૌએ પોતપોતાના કેન્દ્રમાં સભા યોજીને ગુરુપૂજન કરવું. આ જ રીતે સારંગપુરમાં પણ ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ રાખવામાં આવેલ નથી.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS