Health News: Noon, 29 November.

This morning at 11am, while going for mandir darshan, Param Pujya Swamishri sustained a fall from his wheelchair, resulting in superficial bruising on his nose and chin. His condition is stable and doctors have advised bed rest for the time being.

 

UPDATE: Evening, 29 November.

Following the fall this morning, a team of doctors, after a thorough primary check-up, is pleased to report that Param Pujya Swamishri has sustained no serious injuries.

He has a small graze over the bridge of his nose which will require dressings and a minor bruise on his left index finger which is already recovering.
He will remain under close observation and no darshan is expected over the next few days.

 

 

પરમ પૂજ્ય સ્વામીશ્રીના સ્વાસ્થ્ય સમાચાર
29 નવેમ્બરે સવારે 11 વાગે મંદિરે દર્શન  કરવા જતાં, માર્ગમાં વ્હિલચેર પરથી પડી જતા સ્વામીશ્રીને નાક અને દાઢી પર સામાન્ય ઈજા થઇ છે. તેમની તબિયત સ્થિર છે. ડોક્ટરોએ  તેમને થોડા સમય માટે આરામ ની સલાહ આપી છે.
 
વિશેષ સમાચાર: 29 નવેમ્બર, સાંજે 

આજે સવારે પડી જવાથી સ્વામીશ્રીને થયેલી ઈજા બાદ, નિષ્ણાત ડોક્ટરોની ટુકડીએ તેમની સંપૂર્ણ ચકાસણી કરી હતી. તપાસ બાદ ડોક્ટરોએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે સ્વામીશ્રીને કોઈ પણ પ્રકારની ગંભીર ઈજા થઇ નથી.

સ્વામીશ્રીને નાક પર સાધારણ ઉઝરડો થયો છે, જેમાં માત્ર ડ્રેસિંગની જરૂરિયાત છે. તેમના ડાબા હાથની તર્જની આંગળીએ સાધારણ ઈજા થઇ છે, જ્યાં હવે સારું પણ થવા લાગ્યું છે.
સ્વામીશ્રી હજુ તબીબોના ચુસ્ત નિરીક્ષણ હેઠળ રહેશે. આથી થોડા દિવસો સુધી તેમના દર્શનનો લાભ મળી શકશે નહિ.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS