To all satsangis and well-wishers of BAPS Swaminarayan Sanstha,

It is with deep sadness that we share with you that Sanjay Shah (Priyadarshandas) and Rakesh Bhavsar (Nishkamsevadas), two former sadhus of BAPS, have made demonstrably false and outrageous accusations against His Holiness Pramukh Swami Maharaj and four other BAPS sadhus.

For the last 60 years we have served closely under Pramukh Swami Maharaj and have witnessed his pure and saintly life. The claims made against him and his sadhus are utterly baseless and false.  

May all satsangis and well-wishers not be misled by these allegations. We request all to remain calm and maintain forbearance. We pray that God inspires all with good sense and heart.

Sadhu Keshavjivandas (Mahant Swami)
Sadhu Swayamprakashdas (Dr Swami)

 

 

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તથા બી.એ.પી.એસ. સંસ્થાના અન્ય ચાર સંતો માટે ખૂબ જ અસભ્ય પ્રકારના આક્ષેપ સંસ્થામાંથી છૂટા થયેલા પ્રિયદર્શનદાસ (સંજય શાહ) તથા નિષ્કામસેવાદાસ (રાકેશ ભાવસાર) દ્વારા કરવામાં આવ્યા છે, તે ઘણી જ દુઃખદ બાબત છે. અમે છેલ્લાં ૬૦ વર્ષોથી સતત પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં અને નિકટ પરિચયમાં છીએ. તેમના જેવા નિર્મળ-પવિત્ર મહાપુરુષ અને અન્ય સંતો માટે કરવામાં આવેલ આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. તેનાથી કોઈ ગેરમાર્ગે ન દોરાય અને શાંતિ જાળવે તેવી સૌ ભાવિકો-હરિભક્તોને વિનંતી છે. સૌને ભગવાન સદ્‌બુદ્ધિ આપે અને સન્માર્ગે દોરે તેવી અમારી પ્રાર્થના છે

- સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી) અને
સાધુ સ્વયંપ્રકાશદાસ (ડૉક્ટર સ્વામી)


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS