Summer Sports Training Camp - 2026
With a vision to nurture athletic excellence and holistic growth during the summer break, B.A.P.S. Swaminarayan Vidyamandir, Junagadh, organized a high-impact Summer Sports Training Camp focusing on professional cricket coaching. Under the expert mentorship of experienced academy coaches, students were immersed in a rigorous curriculum covering the technical nuances of batting, bowling, and fielding. Each session commenced with a spiritual foundation of daily prayers followed by scientific warm-up drills to ensure peak physical readiness. Prioritizing athlete safety, the mandatory use of professional sports kits remained a cornerstone of the training. Beyond technical mastery, this 10-day intensive program successfully instilled vital life skills such as unwavering loyalty, self-discipline, and true sportsmanship, empowering our young athletes to excel both on the field and in life.
સમર સ્પોર્ટ્સ ટ્રેનિંગ કેમ્પ - ૨૦૨૬
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, જૂનાગઢ દ્વારા ઉનાળાના વેકેશનમાં બાળકોના કૌશલ્યને નિખારવા માટે વિશેષ 'સમર સ્પોર્ટ્સ ટ્રેનિંગ કેમ્પ'નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિદ્યામંદિરના અનુભવી કોચ દ્વારા વિદ્યાર્થીઓને ક્રિકેટની રમતનું ઊંડાણપૂર્વક અને વ્યાવસાયિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. તાલીમની દરેક સવાર નિત્ય પ્રાર્થના અને શારીરિક ક્ષમતા વધારવા માટે વોર્મ-અપ એક્સરસાઇઝથી થતી, જે બાળકોમાં માનસિક અને શારીરિક સજ્જતા કેળવતી હતી. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગના બારીક પાસાઓ શીખવવાની સાથે ખેલાડીઓની સુરક્ષા માટે સ્પોર્ટ્સ કીટનો અનિવાર્ય ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. ૧૦ દિવસના આ સઘન અભ્યાસ દ્વારા બાળકોમાં માત્ર રમત જ નહીં, પરંતુ વફાદારી, સ્વ-સંયમ અને સાચી સ્પોર્ટ્સમેનશિપ જેવા જીવનમૂલ્યોનું પણ પ્રભાવશાળી રીતે સિંચન કરવામાં આવ્યું હતું.