Photo Gallery

A Journey of Joy and Values: "10 Days 10 Wonders" Summer Camp 

The "Keshav Kids" Pre-Primary Section of B.A.P.S. Swaminarayan Vidyamandir, Junagadh, successfully concluded its vibrant 10-day summer camp, aptly titled "10 Days 10 Wonders." This initiative was a beautiful blend of tradition and modern learning, where young toddlers were immersed in the world of wisdom through engaging storytelling sessions. Beyond academics, the camp focused on holistic well-being by integrating daily prayers, Yoga, and Pranayama into the routine, alongside high-energy Zumba sessions for physical fitness. The children were also introduced to essential moral values and etiquette, ensuring a foundation of character-building from an early age. Creative workshops allowed their imaginations to soar, while the school ensured their health remained a priority with a curated menu of nutritious snacks served daily. Artistic, educational, and deeply enriching, this summer camp has left an everlasting impression on the hearts of our little ones, making this vacation truly unforgettable.
 

સંસ્કાર, શિક્ષણ અને આનંદનો અનોખો સંગમ: "10 Days 10 Wonders" સમર કેમ્પ 

જૂનાગઢ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરના 'કેશવ કિડ્સ' પ્રિ-પ્રાઇમરી સેક્શન દ્વારા આયોજિત ૧૦ દિવસીય સમર કેમ્પ "10 Days 10 Wonders" ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે સંપન્ન થયો. આ કેમ્પમાં નાના ભૂલકાઓને મનોરંજક વાર્તાઓ દ્વારા જીવનલક્ષી જ્ઞાન પીરસવાની સાથે નિત્ય પ્રાર્થના, યોગ-પ્રાણાયામ અને સદાચારના પાઠ શીખવીને ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું. બાળકોના શારીરિક વિકાસ માટે ઝુંબા ડાન્સ અને માનસિક વિકાસ માટે વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં દરેક વિદ્યાર્થીએ ખૂબ જ હોંશપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત  બાળકો માટે પૌષ્ટિક નાસ્તાની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્ઞાન અને ગમ્મત સાથે સંપન્ન થયેલો આ સમર કેમ્પ દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક અવિસ્મરણીય સંભારણું બની રહેશે.
© 1999-2026 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS