BAPS Swaminarayan Vidyamandir, Junagadh: Resplendent Results of Board Examination 2026
With the divine blessings of Bhagwan Swaminarayan and Guruhari Mahant Swami Maharaj, the students of our institution have achieved unparalleled success in the 2026 Board Examinations, bringing immense pride to both the school and their families. We extend our heartiest congratulations to all our bright students for their hard work, zeal, and excellent performance. We also express our sincere gratitude to our dedicated staff and supportive parents for their role in this monumental achievement.
Class 10 (SSC) - Key Highlights:
100% Result: The school has maintained its legacy of excellence by achieving a perfect 100% pass rate.
A1 Grade Holders: 42 Students.
A2 Grade Holders: 63 Students.
Above 95 PR (Percentile Rank): 43 Students.
Above 90 PR: 73 Students.
Above 80 PR: 116 Students.
Special Note: 60% of the total Class 10 students have secured more than 80 PR.
Class 12 (Commerce & Science) - Result:
Class 12 Commerce: Our students have delivered an outstanding performance, securing spectacular success in the Board Examinations.
Class 12 Science: Science stream students have proven their academic expertise by securing top-tier results, even in the most challenging subjects.
Science Stream - Subject-wise Excellence:
(Number of students scoring 90 or more marks)
Physics: 19 Students
Chemistry: 19 Students
Mathematics: 18 Students
Biology: 04 Students
On this grand and unique success, the BAPS Swaminarayan Vidyamandir, Junagadh family extends its best wishes to all students for a bright and progressive future. Your achievement will serve as a profound inspiration for others to follow. Heartiest congratulations to all our students for scaling the heights of success!
BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, જૂનાગઢ: બોર્ડ પરીક્ષા ૨૦૨૬નું ઝળહળતું પરિણામ
ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંતસ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદથી, અમારી સંસ્થાના વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૬ની બોર્ડ પરીક્ષાઓમાં અદ્વિતીય સફળતા પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. અમે તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની મહેનત, ધગશ અને શ્રેષ્ઠ પરિણામ બદલ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. આ સિદ્ધિ બદલ અમે કર્મનિષ્ઠ સ્ટાફ અને સહયોગી વાલીગણનો પણ આભાર માનીએ છીએ.
અમારા તેજસ્વી તારલાઓ (Hall of Fame)
ધોરણ ૧૦ (SSC) - મુખ્ય સિદ્ધિઓ:
૧૦૦% પરિણામ: શાળાએ સતત શ્રેષ્ઠતા જાળવી રાખીને ૧૦૦% પરિણામ મેળવ્યું છે.
A1 ગ્રેડ મેળવનાર: ૪૨ વિદ્યાર્થીઓ.
A2 ગ્રેડ મેળવનાર: ૬૩ વિદ્યાર્થીઓ.
૯૫ થી વધુ PR (Percentile Rank): ૪૩ વિદ્યાર્થીઓ.
૯૦ થી વધુ PR: ૭૩ વિદ્યાર્થીઓ.
૮૦ થી વધુ PR: ૧૧૬ વિદ્યાર્થીઓ.
વિશેષ નોંધ: ધોરણ ૧૦ ના કુલ વિદ્યાર્થીઓમાંથી ૬૦% વિદ્યાર્થીઓએ ૮૦ થી વધુ PR પ્રાપ્ત કરી છે.
ધોરણ ૧૨ (કોમર્સ અને સાયન્સ) - પરિણામની વિગત:
ધોરણ ૧૨ કોમર્સ: વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
ધોરણ ૧૨ સાયન્સ: વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ અઘરા વિષયોમાં પણ પોતાની નિપુણતા સાબિત કરી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે.
વિજ્ઞાન પ્રવાહ (Science) - વિષયવાર શ્રેષ્ઠતા:
(૯૦ થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા)
ફિઝીક્સ: ૧૯ વિદ્યાર્થીઓ
કેમેસ્ટ્રી: ૧૯ વિદ્યાર્થીઓ
ગણિત: ૧૮ વિદ્યાર્થીઓ
બાયોલોજી: ૦૪ વિદ્યાર્થીઓ
આ ભવ્ય અને અદ્વિતીય સફળતા બદલ BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, જૂનાગઢ પરિવાર તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ અને પ્રગતિશીલ ભવિષ્ય માટે અનેકગણી શુભેચ્છાઓ પાઠવે છે. તમારી આ સિદ્ધિ અન્યો માટે પ્રેરણારૂપ બની રહેશે. સફળતાના શિખરો સર કરનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન!