કેશવ કિડ્સ દ્વારા તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ સ્કૂલ સભાગૃહ ખાતે “અમારા નાનકડા વૈજ્ઞાનિક” વિજ્ઞાન મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, જિજ્ઞાસા અને પ્રયોગાત્મક અભ્યાસ પ્રત્યે રસ વધારવાનો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક વિષયો પર આધારીત પ્રોજેક્ટ્સ અને પ્રયોગો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કર્યા. તેમના રજૂઆત કૌશલ્ય, વિષયની સમજણ અને સર્જનાત્મકતાનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું. પ્રાયોગિક રજૂઆતો દ્વારા વિદ્યાર્થીઓમાં અવલોકન શક્તિ, તર્કબદ્ધ વિચારશક્તિ તથા આત્મવિશ્વાસનો વિકાસ થયો. કાર્યક્રમ શૈક્ષણિક દૃષ્ટિએ ખૂબ જ અસરકારક અને પ્રેરણાદાયક રહ્યો.
Keshav Kids successfully organized the “Our Little Scientist” Science Fair on 25th February at the School SabhaGruh.
The primary objective of this program was to foster a scientific outlook, curiosity, and interest in experimental learning among students. The students confidently presented projects and experiments based on various scientific topics. Their presentation skills, subject understanding, and creativity were commendable.
Through practical demonstrations, the event helped develop students’ observation skills, logical thinking, and self-confidence. From an academic perspective, the program proved to be highly effective and inspiring.