Photo Gallery

BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર - જૂનાગઢ ખાતે પ્રમુખ સંકલ્પ પ્રોગ્રામનો મંગલ પ્રારંભ...
 
ઘણા વાલીશ્રીઓની એવી ઈચ્છા રહેતી હોય છે કે તેમનું બાળક ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી IAS, IPS, IFS ઓફિસર તથા સરકારી નોકરીની પદવી પ્રાપ્ત કરી સમાજ તથા દેશની સારામાં સારી સેવા કરી શકે. તે સપનાને સાકાર કરવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર જૂનાગઢ ધોરણ ૬ થી ૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક નૂતન પ્રકલ્પ "પ્રમુખ સંકલ્પ પ્રોગ્રામ"ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને તે વિષયક વિશેષ જ્ઞાન, સ્કીલ્સ, મોરલ એથિક્સ, લીડરશીપ તથા અન્ય મહત્વના આયામો શીખવવામાં આવશે.
તા. ૦૯/૦૨/૨૦૨૬નાં રોજ આ વિદ્યાર્થીઓનો પ્રથમ સેશન શરૂ કરવામાં આવેલું. જેમાં જૂનાગઢ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મવિનય સ્વામી, પૂજ્ય સેવામૂર્તિ સ્વામી, પૂજ્ય ગુણાતીતમુનિ સ્વામી તથા ડિરેક્ટર રાજેશ સર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું. પૂજ્ય કોઠારી સ્વામીએ વિદ્યાર્થીઓને કાર્યક્રમનું માર્ગદર્શન આપેલું તથા પૂજ્ય સેવામૂર્તિ સ્વામીએ બધા વિદ્યાર્થીઓને સંકલ્પ કીટ આપી આ પ્રોગ્રામનો મંગળ પ્રારંભ કર્યો. અંતમાં પ્રથમ સેશનનો અભ્યાસ વિડિઓ દ્વારા કરવામાં આવેલો.
 
Pramukh Sankalp Program Inaugurated at BAPS Swaminarayan Vidyamandir, Junagadh
BAPS Swaminarayan Vidyamandir, Junagadh has launched a new educational initiative titled the “Pramukh Sankalp Program” for students of Standards 6 to 9, with the aim of guiding them towards prestigious careers such as IAS, IPS, IFS, and other government services. The program focuses on academic enrichment, skill development, leadership training, moral values, ethics, and overall personality development. The inaugural session was successfully conducted on 09/02/2026 in the presence of Pujya Dharmvinay Swami, Pujya Sevamurti Swami, Pujya Gunatitmuni Swami, and Director Rajesh Sir, beginning with the auspicious lamp-lighting ceremony. Students were also provided with Sankalp Kits, marking the inspiring start of this noble journey. The session concluded with an informative video-based learning module, and memorable glimpses from the inauguration are shared below.

 

© 1999-2026 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS