As A Patient Your Rights Are (દર્દી તરીકે આપના હકકો)

  • To access medical care Facility without any discrimination.
    કોઇપણ પ્રકારના ભેદભાવ વગર સારવાર પ્રાપ્ત કરવી.
  • To follow any special preferences, spiritual and cultural needs.
    કોઇપણ ખાસ પસંદગી, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જરૂરીયાતોને અનુસરવી.
  • To be treated with dignity and privacy.
    સન્માનપૂર્વક — ગોપનીયતા સહિતની સારવાર પ્રાપ્ત કરવી.
  • To be protected from physical abuse or neglect.
    શારીરિક દુર્વ્યવહાર અને અવગણનાથી સુરક્ષિત રહેવું.
  • To have confidentiality of your medical records and information.
    મેડીકલ રેકોર્ડ તથા માહિતીની સંપૂર્ણ ગુપ્તતા જળવાય તે જોવું.
  • To refuse treatment.
    સારવાર નકારી શકો.
  • To seek second opinion regarding clinical care.
    સારવાર સંબંધિત બીજો અભિપ્રાય લેવો.
  • To get information and consent before any procedure and research.
    કોઇપણ પ્રક્રિયા અને સંશોધન પહેલા તેના વિશેની સંપૂર્ણ માહિતી તથા સંમતિ મેળવવી.
  • To register a complaint regarding services or quality of care.
    હોસ્પિટલની સેવાઓ અને સારવારની ગુણવત્તા અંગે ફરિયાદ કરવાનો હકક છે.
  • To know your hospital bill and expected cost of treatment.
    હોસ્પિટલનું બીલ તથા સારવારના અંદાજિત ખર્ચ અંગેની જાણકારી પ્રાપ્ત કરવી.
  • To access your medical records.
    તમારા મેડીકલ રેકોર્ડ જોવાનો હકક છે.
  • To be educated from suitable professional regarding your health and treatment.
    હોસ્પિટલના સંલગ્ન કર્મચારીઓ પાસેથી તમારા સ્વાસ્થ્ય અને સારવાર સંબંધિત માહિતી પ્રાપ્ત કરવી.
  • To receive care in suitable and safe environment.
    અનુકૂળ અને સલામત વાતાવરણમાં સારવાર પ્રાપ્ત કરવી.
  • To Determine what information regarding your care to be provided to self and Family.
    તમારી સારવાર ને લગતી કઈ માહિતી તમને અને તમારા પરિવારને પ્રદાન કરવી તે નક્કી કરવાનો અધિકાર.

As A Patient Your Responsibilities Are (દર્દી તરીકે આપની ફરજો)

  • To provide correct and detailed history regarding your health to the doctor.
    ડોકટરને આપના રોગ અંગે સાચી અને સંપૂર્ણ માહિતી પૂરી પાડવી.
  • To follow the treatment plans established by the healthcare professionals.
    હોસ્પિટલના હેલ્થકેર સ્ટાફે આપના રોગ અંગે નકકી કરેલ સારવાર પધ્ધતિને અનુસરવું.
  • Not to take any medication without the knowledge of doctors.
    ડોકટરને પુછયા વગર એકપણ દવા પોતાની રીતે લેવી નહી.
  • Not to give medication prescribed for patient to others.
    દર્દી માટે ડોકટરે લખેલી દવા બીજા દર્દીને આપવી નહી.
  • To abide by the hospital rules and regulations.
    હોસ્પિટલના નીતિ અને નિયમોનું પાલન કરવું.
  • To treat all hospital staff with respect and dignity.
    હોસ્પિટલના કર્મચારી સાથે સન્માનથી વર્તવું.
  • To co-operate for maintaining cleanliness, administrative procedures and safety in the hospital.
    હોસ્પિટલની સંચાલન કાર્યવાહી તથા સ્વચ્છતા અને સલામતી જાળવવામાં સહકાર આપવો.
  • To adhere to the financial policies of the hospital and pay bills in timely manner.
    હોસ્પિટલની નાણાકીય નીતિનું પાલન કરવું તથા બિલ સમયસર ચુકવવું.
  • To safeguard personal valuables and belongings.
    પોતાની કીમતી વસ્તુઓ અને સામાન સાચવવો.
  • To utilize the facilities provided by the hospital in a safe manner.
    હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ સુવિધાનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો.