પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સાંજે સ્વામીશ્રી પત્રવાંચન કરી રહ્યા હતા એ દરમ્યાન અમેરિકા તથા કેનેડાના સંતો ગુણસાગર સ્વામી, અમૃતચરિત સ્વામી, અનુપમ સ્વામી, સ્નેહમુનિ સ્વામી અને પ્રિયેશમુનિ સ્વામી આવી પહોંચ્યા. સ્વામીશ્રી આ સૌને પ્રેમથી મળ્યા. અત્યારે અમેરિકા ને કેનેડામાં વિક્રમ સર્જક ઠંડી પડી રહી છે એ સમાચાર સંતોએ આપ્યા. એમાં અનુપમ સ્વામી કહે : ‘કેનેડામાં તો બહુ ઠંડી છે.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘આત્માનું આવરણ ચડાવી દીધું હોય તો પછી ઠંડી પણ નહીં અને ગરમી પણ નહીં. દેહ માનીએ તો સુખદુઃખ આવે, પણ આત્મા માનીએ તો સુખ, સુખ ને સુખ.’
Vachanamrut Gems
Loyã-10:
Maya Causes Misery and Happiness
"… Similarly, to those who are non-believers, mãyã causes attachment and intense misery, while to a devotee of God, that same mãyã is the cause of intense happiness. Also, the entities that have evolved out of mãyã - the indriyas and the antahkaran, and their presiding demigods - all support the bhakti of God. Therefore, for a devotee of God, mãyã is not a cause of misery; it is a source of great happiness."
[Loyã-10]