પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-4-2010, ગાંધીનગર
આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ સ્વામીશ્રીને ફોન પર વાર્તાલાપ દરમ્યાન કહ્યું : ‘અમે આપને યાદ કરીએ છીએ. પહેલાં પણ યાદ કર્યા હતા. શૉના ઉદ્ઘાટન વખતે આપ આવી શક્યા નહીં, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે બીજા પચાસ વર્ષ આપ આ પૃથ્વી ઉપર રહો ને સૌને સુખ આપો ને શાંતિ આપો.’
સ્વામીશ્રી કહે : ‘આપની ભાવના છે, આપે ખૂબ સેવા કરી છે તો શરીર સારું રહે ને સુખ-શાંતિ મળે એ પ્રાર્થના કરીએ છીએ.’
ફોનમાં સ્વામીશ્રી સાથે વાતચીત પૂરી થઈ. ત્યારપછી સંતો સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે ‘એક વખત હું પ્રમુખસ્વામી મહારાજ પાસે ગયો અને પંદર મિનિટ સુધી બેઠો. પ્રમુખસ્વામી મહારાજ એક વાક્ય બોલ્યા નહીં, પરંતુ એ વખતે જે દિવ્યતા અને શાંતિનો મને અનુભવ થયો એની આજે પણ સ્મૃતિ કરું છું.’
Vachanamrut Gems
Gadhadã II-13:
When God Incarnates on Earth
“… In this realm, He appears to be like a human being, but He is not; He is the lord of Akshardhãm…”
[Gadhadã II-13]