Photo Gallery

 

Honouring Our Little Graduates 

 
BAPS Swaminarayan Vidyamandir, Junagadh, organized a grand Convocation Ceremony for the Pre-Primary section under Keshav Kids. The special event, held on 28th March 2026, marked the successful transition of Balvatika students from the Pre-Primary section to the Primary section. This important milestone represents the first step in the students’ academic journey, laying a strong foundation for their future learning. On this occasion, Pujya Kothari Swami Dharmvinay Swami offered inspiring guidance, and the Principal informed parents about the distinctive features of the school’s Primary section. To make this moment memorable, students were awarded Convocation Trophies and Certificates. Parents also shared their valuable feedback and experiences about the school, expressing satisfaction and appreciation. The ceremony concluded joyfully with the distribution of ice cream prasad.
 

અમારા નાનકડા સ્નાતકોનું સન્માન 

 
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, જૂનાગઢ અંતર્ગત કેશવ કિડ્સ દ્વારા બાલવાટિકાના વિદ્યાર્થીઓ માટે ભવ્ય પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાયેલ આ વિશેષ સમારોહમાં બાલવાટિકાના વિદ્યાર્થીઓએ પ્રિ-પ્રાઇમરી સેકશનમાંથી પ્રાઇમરી સેકશનમાં સફળતાપૂર્વક પ્રયાણ કર્યું. આ મહત્વપૂર્ણ માઈલસ્ટોન વિદ્યાર્થીઓના જીવનમાં પ્રથમ શૈક્ષણિક પગથિયું છે, જે તેમની શૈક્ષણિક સફરની મજબૂત શરૂઆત દર્શાવે છે. આ અવસરે પૂજ્ય કોઠારી સ્વામી ધર્મવિનય સ્વામી દ્વારા પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પ્રિન્સિપાલશ્રીએ શાળાના પ્રાઇમરી સેકશનની વિશેષતાઓ અંગે વાલીશ્રીઓને માહિતગાર કર્યા. વિદ્યાર્થીઓને આ સ્મૃતિ રહે તે માટે સ્મૃતિભેટ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. વાલીશ્રીઓએ પણ શાળાને લઈને તેમના અનુભવો અને પ્રતિસાદ રજૂ કરી સંતોષ અને પ્રસન્નતા વ્યક્ત કરી.

 

© 1999-2026 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS