૨૦૨૫-૨૬ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ વિદાય સભા
BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર જૂનાગઢમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ વિદાયસભાનું આયોજન કરવામાં આવેલું હતું. 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ માટે સિગ્નેચર કોર્નર બનાવવામાં આવેલી જેમાં તેઓએ પોતાના હસ્તાક્ષર કરી આ અમૂલ્ય સ્મૃતિને યાદગાર બનાવી. વિદાયસભામાં મુખ્યત્વે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમગ્ર અભ્યાસ યાત્રાને વિડિઓ દ્વારા દર્શાવવામાં આવેલી તથા 12માં ધોરણના વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું તથા શું પ્રેરણા મળી તેના સ્વાનુભવ વિડિઓ દ્વારા બતાવવામાં આવેલા. પૂજ્ય ધર્મવિનય સ્વામી દ્વારા વિદાયસભાની પૂર્ણાહતી વિદાય પ્રવચન દ્વારા કરવામાં આવેલી જેમાં તેઓને છાત્રાલયની ફળશ્રુતિ તથા ભવિષ્ય માટેનું જીવનલક્ષી માર્ગદર્શન આપેલું. વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ, મહંતસ્વામી મહારાજની પ્રસાદીભુત પેન તથા પરીક્ષા શુભેચ્છા કાર્ડ સંતો દ્વારા આપવામાં આવેલા. વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે ચીઝ સબવે તથા ચોકલેટ થીકશેકનો વિશિષ્ટ પ્રસાદનો આનંદ માણ્યો હતો.
Farewell Function for Board Students 2025-26
BAPS Swaminarayan Vidyamandir, Junagadh organized a special farewell programme for the Class 10 and Class 12 board students. For the Class 12 Science and Commerce students, a Signature Corner was created where students signed and made this priceless memory truly unforgettable. During the ceremony, a video presentation was shown highlighting the hostel students’ academic journey and experiences. Along with this, students of Class 12 shared their personal experiences through videos, expressing the positive changes and inspiration they received while living and studying in the hostel. Pujya Dharamvinay Swami concluded the ceremony with an inspiring farewell discourse, guiding the students with the spiritual fruits of hostel life and valuable life-oriented direction for their future. Students were presented with memorable gift, including Mahant Swami Maharaj’s blessed prasadik pen and exam best-wishes cards, distributed by the swamis. The students also enjoyed a special treat of cheese subway and chocolate thickshake with their teachers.