પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી ઠાકોરજી જમાડી રહ્યા હતા. એ દરમ્યાન ‘સ્વામિનારાયણ પ્રકાશ’નું શ્રવણ કરી રહ્યા હતા. ‘સ્વામિનારાયણ પ્રકાશ’માં લેખના વાંચન દરમ્યાન એક વાક્ય આવ્યું કે એક ખેડૂતના ખેતરની જમીનમાં સુવર્ણનિધિ દટાયો હતો, પણ ખેડૂતને ખબર જ ન હતી.
‘તમારે સુવર્ણ કુંભ જોઈએ છે ?’ સ્વામીશ્રીએ સામે ઊભેલા વિશ્વવિહારી સ્વામીને પૂછ્યું.
‘અમારે તો આપ મળ્યા એ જ સુવર્ણ કુંભ.’ તેઓએ જવાબ આપ્યો.
એટલે હસતાં હસતાં સ્વામીશ્રી કહે : ‘પણ અહીં જ ક્યાંક દાટ્યો હોય તો ! જુઓ ક્યાંક દાટ્યો હશે, લઈ લો.’
તેઓની વાતમાં વળી શ્રીહરિ સ્વામીએ ઉમેર્યું કે ‘કદાચ ધન મળે, પણ સાચવવું અઘરું. બેંગલોરમાં એક વ્યક્તિ પાસે મોટો મણિ છે, પણ વાપરી પણ શકતા નથી અને સાચવી પણ શકતા નથી, આવી પરિસ્થિતિમાં જીવે છે.’
સ્વામીશ્રીએ આ વાત પકડીને સાર કહેતાં કહ્યું : ‘મણિનું એવું જ છે - મળે તોય દુઃખ ને ન મળે તોય દુઃખ.’
આટલું કહ્યા પછી થોડી વાર સ્વામીશ્રી મૌન રહ્યા અને પછી કહે : ‘પણ ભગવાન રૂપી મણિ રાખ્યો હોય તો કોઈ દુઃખ નહીં, કોઈ ચિંતા નહીં.’
Vachanamrut Gems
Panchãlã-7.9:
God's Divinity
"In this way, the manifest form of Purushottam Nãrãyan is the cause of all; He is forever divine and has a form. One should not perceive any type of imperfections in that form…"
[Panchãlã-7.9]