પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-5-2010, લીંબડી
લીંબડીમાં પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન થઈ ગયો. હજારો હરિભક્તોએ લાભ લીધો. આ મહોત્સવ પછી પણ સ્વામીશ્રી થોડાક દિવસ લીંબડીમાં રોકાયા અને ઝાલાવાડ પંથકના હરિભક્તોને મુલાકાતના સમયે મળ્યા.
આજની મુલાકાત દરમ્યાન પાંદરી ગામના હરિભક્તોને જોઈને સ્વામીશ્રી કહે : ‘બીજા બધા ક્યાં છે ? ગામના બધા હરિભક્તોને કાલે લઈ આવો.’
સંતો કહે : ‘અહીં તો રોજ હરિભક્તોનો ખૂબ ધસારો અને પડાપડી હોય છે. એટલે બધાને આપની વ્યક્તિગત મુલાકાત કરાવવાનું તો શક્ય ન બને, પણ બે-પાંચ આગેવાનો આવી શકે.’
સ્વામીશ્રી કહે : ‘બે-પાંચને તો લઈ આવો. હું બે દહાડાથી યાદ કરું છું કે પાંદરી ગામના હરિભક્તો દેખાતા કેમ નથી ?’
સંતો કહે : ‘સમૈયા દરમ્યાન એ બધા સેવામાં હતા. વાઇન્ડ-અપ પૂરું થયું એટલે આજે હવે આવ્યા.’
સ્વામીશ્રી ગામડે ગામડે ઘૂમી વળ્યા છે. એક એક હરિભક્તના હૃદય સાથે એમનો સ્નેહતંતુ આજે પણ એવો જ અડીખમ બંધાયેલો છે.
Vachanamrut Gems
Vartãl-2:
Necessities for Pleasing God
“… Therefore, God is only pleased upon one who realises God to possess a definite form and to be the creator, sustainer and destroyer of the cosmos.”
[Vartãl-2]