પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-1-2010, વડોદરા
બહાર ચોકમાં પ્રહલાદભાઈ રાવ નામના વયોવૃદ્ધ સંનિષ્ઠ અને જૂના હરિભક્ત ખુરશી ઉપર બેઠા હતા. શાસ્ત્રીજી મહારાજના વખતના સત્સંગી અને સંસ્થા માટે સર્વસ્વ અર્પણ કરી દેનાર આ હરિભક્ત વડોદરા સત્સંગ મંડળના જૂના હરિભક્તો પૈકીના એક છે.
સ્વામીશ્રી નજીકથી તેઓને મળ્યા અને કહ્યું : ‘શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનું ખૂબ ભજન કર્યું છે એટલે સુખિયા છો.’
પ્રહલાદજી કહે : ‘બાપા ! હું તૈયાર છું, અક્ષરધામમાં લઈ જાવ.’
સ્વામીશ્રી કહે : ‘બરાબર તૈયાર થાવ એટલે આવીને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ લઈ જશે.’
તેઓ કેફથી કહે : ‘તૈયાર જ છું.’
સ્વામીશ્રી કહે : ‘બસ, તો તેડી જશે.’
અને થોડા જ દિવસ પછી હસતાં હસતાં આ સંનિષ્ઠ સત્સંગી અક્ષરધામ સિધાવ્યા.
Vachanamrut Gems
Loyã-10:
A Person with Gnan is Impossible to Bind
"… Since his vision has become broad, and he knows all worldly objects to be vain, no objects are capable of binding such a person with gnãn…"
[Loyã-10]