Mahāmahopādyāya Sadhu Bhadreshdas Swami recently authored the Svāminārāyaṇasiddhāntasudhā – Parabrahman Svāminārāyaṇa Prabhodhitam Akṣara-Puruṣottama Darśana – a vādagrantha that offers an exposition, justification, and defense of the Akṣara-Puruṣottama Darśana’s philosophical principles. On 1 August 2017, an assembly organized by distinguished pundits of Kāshi was held on the sacred banks of the Ganga in Varanasi to honor Sadhu Bhadreshdas Swami’s first discourse on the Svāminārāyaṇasiddhāntasudhā.

The location of the assembly held great significance because of its association with Bhagavān Svāminārāyaṇa as a child called Ghanaśyāma. A little over 216 years ago, these very banks of the Ganga witnessed the young 10-year old Ghanaśyāma reveal a profound yet simple exposition on brahmavidyā to the astonishment of the gathered assembly of Kashi’s pundits.

The recent assembly was graced by the dignified presence of, among others, Mahāmahopādyāya Acharya Reva Prasadji, Vice Chancellor Acharya Yugal Kishorji, Acharya Bhagavatcharan Shuklaji, Acharya Shivaram Sharmaji, Acharya Sadashiv Dwivediji, Acharya Upendra Tripathiji, and Acharya Pundit Upendra Pandeyji.

In the assembly, Mahāmahopādyāya Sadhu Bhadreshdas Swami highlighted the significance of the scriptural tradition and the depth of Indian philosophical thought. He also discussed the importance of the Akṣara-Puruṣottama Darśana and the exposition of its foundational philosophical principles. In addition to citing references from the Vachanamrut, Svāmīnī Vāto, and excerpts from the discourses of the Guru-paramaparā, he recited relevant sections from the siddhānta patra – a document authored by Brahmasvarūpa Pramukh Swami Maharaj that elucidates the philosophical principles of the Akṣara-Puruṣottama Darśana. He also expressed the philosophical significance of the term ‘Akṣara-Puruṣottama’ and emphasized how Brahmasvarūpa Shastriji Maharaj was the first to precisely express Bhagavān Svāminārāyaṇa’s philosophy by using the term.

Many distinguished scholars expressed great admiration for the Svāminārāyaṇasiddhāntasudhā. They complimented its expositions as being substantiated on the authority of the Prasthānatrayī – the three foundational sacred texts of the Vedānta darśana, which consist of the Upanishads, Śrīmadbhagavadgītā, and the Brahmasūtras. They also acclaimed the text’s literary and scholarly composition and expressed that the Akṣara-Puruṣottama Darśana is a unique school of philosophy that is rooted in the śāstras.

Distinguished scholars also heralded that the Akṣara-Puruṣottama Darśana, which was revealed by Bhagavān Svāminārāyaṇa and propounded by the Guru-paramaparā, was presented for the first time from the Prasthānatrayī and in the form of a vādagrantha. Impressed by the depth, novelty, and significance of the text, they conveyed their gratitude for Brahmasvarūpa Pramukh Swami Maharaj and Param Pujya Mahant Swami Maharaj for inspiring such a scholarly work. 

 


વારાણસીમાં ઉત્તર વાહિની ગંગાના પવિત્ર તટે જયાં બાળપ્રભુ ઘનશ્યામે દસ વર્ષની ઉંમરે વિદ્વાનોને પોતાના દિવ્ય  પ્રભાવથી અભિભૂત કરેલા અને બ્રહ્મરૂપ થઇ પરબ્રહ્મની ભક્તિ કરવી એવા પોતાના મૌલિક મતનું પ્રતિપાદન કર્યું હતું. એ જ કાશીમાં  ગંગાકિનારે એક ઐતિહાસિક અવસર યોજાયો. કાશીના પ્રજ્ઞાવાન પંડિતોએ મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીના મુખથી જ એમણે રચેલા વાદગ્રંથનું પ્રથમ વ્યાખ્યાન સાંભળવાનો આગ્રહ કર્યો. મહામહોપાધ્યાય આચાર્ય રેવા પ્રસાદ મહોદયજી, પૂર્વ કુલપતિ આચાર્ય યુગલ કિશોરજી, આચાર્ય મહોદય ભગવતચરણ શુક્લજી, આચાર્ય ડો. શિવરામ શર્માજી, આચાર્ય ગોપબંધુ મિશ્ર મહાભાગા, ડો. સદાશિવ મહાભાગા, આચાર્ય ઉપેન્દ્ર ત્રિપાઠીજી અને આચાર્ય પંડિત ઉપેન્દ્ર પાંડેજી આદિ મૂર્ધન્ય વિદ્વાનોની ઉપસ્થિતિમાં પૂજ્ય ભદ્રેશ સ્વામીજીએ "સ્વામિનારાયણ સિદ્ધાંતસુધા" એ નામે રચેલા અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતનું પ્રતિપાદન કરતા સ્વરચિત વાદગ્રંથનું પ્રથમ વ્યાખ્યાન કર્યું. અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં  બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જ આ સિદ્ધાંતને "અક્ષર-પુરુષોત્તમ" એમ બે શબ્દોમાં સમાવી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતને અક્ષરપુરુષોત્તમસિદ્ધાન્ત એવું નામાભિધાન કર્યું તે હકીકત ઇતિહાસના સંદર્ભો સાથે વિદ્વાનો સમક્ષ રજુ કરી. વળી  વચનામૃત,  સ્વામીની વાતો, પ્રમુખસ્વામી મહારાજે લખેલ સિદ્ધાંતપત્ર તથા પ્રસ્થાનત્રયીના પ્રમાણોથી પૂર્ણ તથા પ્રૌઢ પાંડિત્ય શૈલીથી રચાયેલા આ ગ્રંથનું ઉપસ્થિત વિદ્વાનોએ પ્રસન્નતા પૂર્વક  સમર્થન કર્યું. અને અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત એ મૌલિક અને  સર્વથા વિલક્ષણ છે તે સ્વીકાર કર્યું. અને ભદ્રેશ સ્વામીજીને સ્વામિનારાયણ સંપ્રદાયના  અક્ષરપુરુષોત્તમ દર્શનને સંસ્કૃત ભાષામાં સંપૂર્ણ પ્રસ્થાનત્રયીના ભાષ્યો દ્વારા  સ્થાપિત કરતા પ્રથમ  આચાર્ય તરીકે ઉદ્દઘોષિત કર્યા અને ભદ્રેશ સ્વામીને આ કાર્ય માટે આજ્ઞા, શક્તિ અને પ્રેરણા આપનાર  પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો ભારતીય તત્ત્વદર્શન ક્ષેત્રમાં અનોખા પ્રદાન બદલ  અંતઃકરણ પૂર્વક આભાર માન્યો. 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS