BAPS Swaminarayan Sanstha


Home

Himãlaya

 Prayer by Shri Gopal Yogi after realizing the true form of Shri Nilkanth Varni.

TIME: Late Evening.
SOUNDSCAPE:

- In the jungle.

  • Birds chirping.
  • A small stream passing by.
CUE FOR NEXT KRIYA: Blowing of the Conch.
INSTRUMENT:

- Gongs in the distance.

- Tãnpurã accompaniment during Omkãr and Bhramari prãnãyãm.

LYRICS: Shloks describing the scene and event.
Shri Vãsudev (Stotram)
‘Shãnti pãthah’
DURATION:

30 minutes.

Download: Himalaya
  Interview with Pramukh Swami Maharaj

 

॥ श्री श्रीहरिप्रपत्तिस्तोत्रम् ॥

 

 

श्रीवासुदेव  -  विमलामृत  -  धामवासम्,
नारायणं नरकतारण  -  नामधेयम् ।
श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च,
त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥ 1॥

શોભાયમાન વાસુદેવ એવા, દિવ્ય વિશુદ્ધ અક્ષરધામમાં નિવાસ કરનારા, નરકથી તારનારા, નારાયણ જેનું નામ છે, તેમજ શ્યામ તથા શ્વેત વર્ણવાળા, હંમેશાં બે ભુજાઓથી શોભનાર, કોઈ વાર ચાર ભુજાથી શોભતા, ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (1)

शिक्षार्थमत्र निजभक्तिमतां नराणाम्,
एकान्त-धर्ममखिलं परिशीलयन्तम् ।
अष्टाङ्गयोग-कलनाश्च महाव्रतानि,
त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥ 2॥

આ લોકમાં પોતાને વિષે ભક્તિવાળા ભક્તજનોની શિક્ષાને અર્થે સંપૂર્ણ એકાંતિક ધર્મ તથા અષ્ટાંગ યોગની સકળ કલાઓને તેમજ અહિંસા બ્રહ્મચર્યાદિ મહાવ્રતોને પોતાના આચરણથી ભક્તોને શીખવતા, એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (2)

श्वासेन साक - मनुलोम - विलोमवृत्त्या
स्वान्तर्बहिश्च भगवत्युरुधा निजस्य ।
पूरे गतागत - जलाम्बुधिनोपमेयं
त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥ 3॥

શ્વાચ્છોચ્છ્‌વાસે સહિત પોતાના અંતઃકરણમાં અને બહાર નેત્ર આગળ, પોતાની જે ભગવાનમાં વારે વારે અનુલોમ-પ્રતિલોમ વૃત્તિ વર્તે છે, તેણે કરીને ભરતીમાં જતું-આવતું જળ જેનું છે એવા સમુદ્રની સાથે ઉપમા આપવા યોગ્ય, એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (3)

बाह्यान्तरिन्द्रियगण - श्वसनाधिदैव - 
वृत्त्युद्भव-स्थितिलयानपि जायमानान् ।
स्थित्वा ततः स्वमहसा पृथगीक्षमाणं,
त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥ 4॥

બાહ્ય અને આંતર ઇન્દ્રિયોના સમૂહો, પ્રાણ અપાનાદિ વાયુ તથા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા - તે સર્વેની વિવિધ વૃત્તિઓની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને તે સર્વેથી પૃથક્‌-નિર્લેપ (સ્વસ્વરૂપમાં સ્થિર) રહીને સ્વપ્રતાપથી સાક્ષાત્‌ જોનારા, એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (4)

मायामया  -  कृतितमोऽशुभवासनानां,
कर्तुं निषेधमुरुधा - भगवत्सवरूपे ।
निर्बीज-साङ्खमत-योगग-युक्तिभाजं,
त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥ 5॥

ભગવાનના સ્વરૂપમાં માયિક આકૃતિ, અજ્ઞાનરૂપી અંધકાર અને અશુભ વાસના આદિ દુર્ગુણોનો સારી રીતે નિષેધ કરવા માટે જ નિર્બીજ એવા સાંખ્ય અને યોગના મતની યુક્તિઓનું પ્રતિપાદન કરનારા, એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (5)

दिव्याकृतित्व  -  सुमहस् त्वसुवासनानां,
सम्यग्विधिं प्रथयितुं च पतौ रमायाः।
सालम्बसाङ्ख्यपथ  -  योगसुयुक्तिभाजं,
त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥ 6॥

રમાપતિ ભગવાનને વિષે દિવ્ય આકૃતિપણું, પ્રૌઢ પ્રતાપ અને સત્ય-સંકલ્પત્વાદિ ગુણોના વિધાનની સારી રીતે પુષ્ટિ કરવા માટે સબીજ સાંખ્ય અને યોગના માર્ગની સુંદર યુક્તિઓનું પ્રતિપાદન કરનારા, એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (6)

कामार्त्त -  तस्कर -  नट-व्यसनि -  द्विषन्तः,
स्वस्वार्थ-सिद्धिमिव चेतसि नित्यमेव ।
नारायणं परमयैव मुदा स्मरन्तं,
त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥ 7॥

કામાતુર, ચોર, નટ, વ્યસની અને દ્વેષી જનો જેમ પોતાના સ્વાર્થની સિદ્ધિનું ચિત્તમાં હંમેશાં ચિંતવન કર્યા જ કરે છે, તેમ ‘નારાયણ’નું જ અતિ પ્રેમપૂર્વક અખંડ સ્મરણ કરતા, એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (7)

साध्वी - चकोर - शलभास्तिमि - कालकण्ठ-,
कोका निजेष्टविषयेषु यथैव लग्नाः।
मूर्तौ तथा भगवतोऽत्र मुदातिलग्नं,
त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥ 8॥

સાધ્વી સ્ત્રી, ચકોર પક્ષી, પતંગિયું, માછલું, મોર અને ચક્રવાક પક્ષી પોતપોતાના ઇષ્ટ વિષયમાં જેમ સંલગ્ન રહે છે, તેમ આ લોકમાં ભગવાનના સ્વરૂપમાં પ્રસન્નતાપૂર્વક સંલગ્ન (તલ્લીન) રહેનારા, એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (8)

स्नेहातुरस्त्वथ भयातुर आमयावी,
यद्वत् क्षुधातुरजनश्च विहाय मानम् ।
दैन्यं भजेयुरिह सत्सु तथा चरन्तं,
त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥ 9॥

સ્નેહાતુર, ભયાતુર, રોગી અને ભૂખ્યા જનો જેમ સ્વમાનનો ત્યાગ કરી આ લોકમાં દીનતા રાખે છે, તેમ આ લોકમાં એકાંતિક સંતો આગળ સ્વમાનનો પરિત્યાગ કરી દીનભાવે વર્તનારા, એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (9)

धर्मस्थितै -  रुपगतै र्बृहता निजैक्यं,
सेव्यो हरिः सितमहःस्थितदिव्यमूर्तिः।
शब्दाद्यरागिभिरिति स्वमतं वदन्तं,
त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥ 10॥

ધર્મમાં રહેનારાઓએ તથા બૃહદ્‌ અક્ષરબ્રહ્મની સાથે પોતાના આત્માની એકતાને પામેલા પુરુષોએ તથા શબ્દાદિ પંચવિષયમાં અનાસક્ત એવા જનોએ પણ (અક્ષરધામના) શ્વેત (ઉજ્જ્વળ) તેજમાં વિરાજમાન દિવ્ય મૂર્તિ શ્રીહરિ જ એકમાત્ર ઉપાસના કરવા યોગ્ય છે એમ પોતાના મતને કહેનારા, એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (10)

सद्ग्रन्थनित्य - पठनश्रवणादि - सक्तं,
ब्राह्मीं च सत्सदसि शासतमत्र विद्याम् ।
संसारजाल - पतिताऽखिल - जीवबन्धो,
त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥ 11॥

સદ્‌ગ્રંથોના નિત્ય વાંચન અને શ્રવણ આદિમાં આસક્ત તથા સંતોની સભામાં બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપનારા એવા, સંસારની જાળમાં ફસાયેલા જીવોના હે બંધુ ! તારણહાર ! ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (11) 

 - સદ્‌ગુરુ શ્રીશતાનંદ મુનિ
(સત્સંગિજીવન : 5/66/12-22)

 

http://www.baps.org/Masterforms/ContentPrintPreview.aspx?pageid=48f1957d-9714-4cb9-a945-d7c4d05a1104
© 2008 - 2024 BAPS Swaminarayan Sanstha