 |
ટીકા તો ચાલ્યા કરે...
|
દાહોદમાં સેવાભાવી શેઠશ્રી ગોરધનદાસના મદદનીશ શાહ સાહેબે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો, 'ઘણીવાર એમ થાય છે કે આટઆટલી સેવા કર્યા પછી લોકોની ટીકા જ સાંભળવાની ને !' 'ટીકા તો ચાલ્યા જ કરે. શ્રીકૃષ્ણ તો ભગવાન હતા તોય એમનીય વાતો લોકોએ કરી છે. મહાન પુરુષોની સામે લોકો બોલ્યા જ છે. કારણ, લોકની દૃષ્ટિ વાંકું જોવાની જ છે. જેની દૃષ્ટિ સારી છે એને સારું દેખાય. આપણે એનો વિચાર કર્યા સિવાય આપણું કામ કર્યા જ કરીએ.' સ્વામીશ્રીએ આશ્વાસન આપતાં જણાવ્યું, ટીકાટીપ્પણની કસોટીમાંથી પસાર થયેલી વૃત્તિ જ અંતે નભે છે, વ્યક્તિનું સાચું ઘડતર કરે છે. લોકોનાં અનેક સદ્-અસદ્ વચનોની સામે ઉન્નત મસ્તકે કાર્ય કર્યે જતા સ્વામીશ્રી સિવાય આવું કોણ સમજાવી શકે ?
|
|
|
|