As per the wishes of Brahmaswarup Shastriji Maharaj, Yogiji Maharaj and Pramukh Swami Maharaj, all sadhus and devotees are requested to observe the five main ‘nirjala’ (wateless) fasts every year, of which the day of Jal-Jhilani is one.

Hence, H.H. Mahant Swami Maharaj has informed that all should observe a ‘nirjala’ fast tomorrow, on Tuesday, 13 September 2016.

Those who have health problems or are aged are permitted to take liquids or ‘faral’ if necessary.

Tomorrow also marks one month since Pramukh Swami Maharaj passed away to Akshardham. Let us all offer our respects by observing a fast tomorrow on the auspicious occasion of Jal-Jhilani Ekadashi.

- Jai Swaminarayan from Sadhu Swayamprakashdas (Dr Swami)

 

 

જળઝીલણી એકાદશીનો નિર્જળ ઉપવાસ

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા અનુસાર તમામ સંતો-સત્સંગીઓએ વર્ષ દરમ્યાન પાંચ ઉપવાસ નિર્જળ કરવાના હોય છે. એ જ આજ્ઞાનું સ્મરણ કરાવતાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને આવતી કાલે તા. 13-9-2016ના રોજ જળઝીલણી એકાદશીના દિને નિર્જળ ઉપવાસ કરવા જણાવ્યું છે. સ્વાસ્થ્ય કે મોટી ઉંમરને કારણે નિર્જળ ઉપવાસ શક્ય ન હોય તેમણે અનિવાર્ય હોય તો જળ કે પ્રવાહી ગ્રહણ કરીને ઉપવાસ કરવો. અતિ વૃદ્ધ અને સ્વાસ્થ્યની વધુ તકલીફ હોય તેમણે ફરાળ ગ્રહણ કરીને ઉપવાસ કરવો.

આવતી કાલે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ધામગમનને તારીખ મુજબ એક મહિનો પૂર્ણ થાય છે. આપણે સૌ પરમ પૂજ્ય સ્વામીશ્રીની માસિક તિથિએ એકાદશીના વ્રત-ઉપવાસ દ્વારા તેમને અર્ઘ્ય અર્પીએ.

- સાધુ સ્વયંપ્રકાશદાસ (ડોક્ટર સ્વામી)ના સ્નેહપૂર્વક જય સ્વામિનારાયણ.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS